Gujarat Weather Forecast: નૈઋત્યનું ચોમાસું ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને નિર્ધારિત ગતિએ આગળ વધશે તો આગામી પાંચથી 10 દિવસમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે. જોકે રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર 13 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલની શક્યતા છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકના વધુ ભાગોમાં ચોમાસાનું આગમન
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 6 જૂન, 2026ના રોજ વધુ આગળ વધતા હવે સમગ્ર ગોવા સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં સક્રિય થયું છે. જે પાંચથી 10 દિવસમાં ગુજરાત તરફ પહોંચે તેવી પ્રબળ શક્યતાઓ છે. મોસમી પવનોની ઉત્તરીય સીમા હાલમાં દેવગઢ, કુપ્પલ, અનંતપુરમુ અને ચેન્નાઈ થઈને ઉત્તર-પૂર્વના આઈઝોલ સુધી વિસ્તરી છે. આગામી 2 થી 5 દિવસમાં તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઇ છે.
આજે આ જિલ્લાઓમાં જોવા મળી શકે વરસાદી માહોલ
હવામાન વિભાગ અનુસાર, આજે 7 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી સાત દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
8થી 10 જૂનના રોજ શું વરસાદ અંગે આગાહી
8થી 10 જૂન 2026ના રોજ તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
11 જૂનના રોજ આ જિલ્લાઓમા વરસાદી માહોલની શક્યતા
11 જૂન 2026ના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
12 જૂનના રોજ કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા
12 જૂન 2026ના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
13 જૂનના રોજ આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
13 જૂનના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય
જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં 3.1 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પાકિસ્તાનથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી ફેલાયેલું ટ્રફ હાલ સક્રિય છે. સમગ્ર વિસ્તારમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે વર્તમાન હવામાન પ્રણાલીને પ્રભાવિત કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 જૂનથી પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે.
