TAT 2026 Result: TATની પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર, 70 થી વધુ માર્ક મેળવનાર તમામ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઈ

1.47 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે પૈકી 51,971ને 70થી વધુ, 34,644ને 80થી વધુ, 20,893ને 90થી વધુ, 10876ને 100થી વધુ તેમજ 1666ને 120થી વધુ ગુણ મળ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 16 Jun 2026 08:35 PM (IST)Updated: Wed, 17 Jun 2026 11:43 AM (IST)
gandhinagar-news-tat-preliminary-exam-result-announce-more-than-1-20-lakh-candidates-qualified-for-the-main-exam
HIGHLIGHTS
  • બોર્ડની સાઈટ પરથી બેઠક નંબર અને બર્થ ડેટની મદદથી પરિણામ જોઈ શકાશે

TAT 2026 Result: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 11 અને 12ના શિક્ષકો માટે લેવામાં આવેલી શિક્ષક અભિરૂચી કસોટી- ઉચ્ચતર માધ્યમિક (TAT HS) 2026ની પ્રિલિમ્સનું પરિણામ આજ રોજ સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉમેદવારો પોતાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જઈને પોતાના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકશે.

એપ્રિલમાં 1.47 લાખથી વધુ ઉમેદવારોએ પ્રાથમિક કસોટી આપી હતી

આ પરીક્ષા માટે સમગ્ર ગુજરાતભરમાંથી 1,65,024 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જે પૈકી 12 એપ્રિલે 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં કુલ ઉમેદવારો પૈકી 51,971 ઉમેદવારો 35 ટકાથી વધુ ગુણ મેળવીને મુખ્ય પરીક્ષા માટે ક્વૉલિફાય થયા છે.

પરીક્ષાના આંકડા અને પરિણામની વિગતો

રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા મુજબ, ગુજરાતી માધ્યમમાં 1,43,734 ઉમેદવારો હાજર રહ્યા હતા. જે પૈકી 50,066 ઉમેદવારો 70 કે તેથી વધુ ગુણ મેળવી સફળ થયા છે. જ્યારે 34644 ઉમેદવારોએ 80થી વધુ ગુણ, 20893 ઉમેદવારોએ 90થી વધુ ગુણ, 10876 ઉમેદવારોએ 100થી વધુ ગુણ અને 1666 ઉમેદવારોએ 120થી વધુ ગુણ મેળવ્યા છે. આવી જ રીતે અંગ્રેજી માધ્યમમાં 1,696 અને હિન્દી માધ્યમમાં 209 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પાત્ર ઠર્યા છે.

naidunia_image

મુખ્ય પરીક્ષાનું આયોજન પ્રાથમિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો માટે ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા 19/07/2026 ના રોજ યોજવામાં આવશે. જ્યારે અંગ્રેજી અને હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષા ઓગસ્ટ માસમાં આયોજિત કરવામાં આવશે. ખાસ નોંધનીય છે કે મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ અલગથી ફોર્મ ભરવાની કે ફી ભરવાની રહેશે નહીં.

OMR રી-ચેકિંગની વ્યવસ્થા

જે ઉમેદવારો પોતાની OMR શીટની પુનઃ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય, તેઓ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર-21, ગાંધીનગર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ઉમેદવારો 18 થી 30 જૂન દરમિયાન કામકાજના દિવસોમાં સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી રૂબરૂમાં અરજી કરી શકશે.

આ માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટ, OMR ની નકલ અને રૂ. 100/- ફી સાથે લેખિત અરજી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ લેવાયેલ આ કસોટીમાં લઘુત્તમ 35 એટલે કે 70 ગુણ મેળવનાર ઉમેદવાર જ મુખ્ય પરીક્ષા માટે પાત્ર ગણાયા છે.