Visavadar By-Election 2025: ગુજરાતમાં વિધાનસભાની બે સીટ પર અગામી 19મી જૂન મતદાન યોજાશે. આ બન્ને સીટ જીતવા માટે રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. પરંતુ વિધાનસભા જીતવા માટે કેવા પ્રકારનું આયોજન હોવું જોઇએ અને વિશ્લેષણ જોતા ખ્યાલ આવે છે. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં આ બન્ને સીટ પર જીતના મુખ્ય કારણો ક્યાં હતા અને હારના કારણો ક્યાં હતા તેનું વિશ્લેષણથી ખ્યાલ આવે કે આ વખતે આ બન્ને સીટ કોણ જીતશે. વિસાવદર વિધાનસભા સીટનું બુથ પ્રમાણે વિશ્લેષણ કરતાં ખ્યાલ આવે છે કે, ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી કઇ સ્થિતિ પર છે અને આ ત્રણેય પક્ષોએ જીત માટે શુ કરવું જોઇએ.
જુનાગઢ લોકસભા વિસ્તારમાં આવેલી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જંગ જામવાનો છે. ત્રિપક્ષીય નહિ પરંતુ ચતુષ્કોણીય જંગ જોવા મળવાનો છે ત્યારે આ વખતે ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો માટે જીત મેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન લાગી રહી છે. સંદેશ વિશ્લેષણમાં ધ્યાને આવ્યું છે કે ભાજપ અને આમ આદમી પાર્ટી કરતાં સૌથી વધારે મહેનત કોંગ્રેસ પક્ષ માટે રહેશે. જો કે ભાજપ માટે પણ આ બેઠક જીતવી શાખ સમાન છે પરંતુ આમ આદમી પાર્ટીનો જુવાળ જે રીતે વર્ષ 2022 માં જોવા મળ્યો ત્યારે આ પેટાચૂંટણીમાં કઈ પાર્ટી કઈ દિશામાં મહેનત કરી રહી છે તે ગણિત સમજવા જેવું છે.
વિસાવદર બેઠક પર વર્ષ 2022 દરમિયાન કુલ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આ બેઠક પર જે તે સમયે કુલ 1,46,727 લોકોએ મત આપ્યા હતા જેમાંથી કોંગ્રેસના કરશન વડોદરિયાને 16969 મત મળ્યા હતા, ભાજપના હર્ષદ રીબડિયાએ 59147 મત મેળવવા છતાં હાર ભાળી હતી જ્યારે આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીને 66210 મત સાથે વિજેતા બન્યા હતા જ્યારે અપક્ષ ઉમેદવાર ઇકબાલ સમા અને મનસુખ વાઘેલાને અનુક્રમે 635 અને 1842 મત મળ્યા હતા.
વર્ષ 2022માં બુથ પ્રમાણે રાજકીય પક્ષોએ મેળવેલા મત
| પાર્ટી | કોગ્રેસ | ભાજપ | આપ |
| 0-50 મત ધરાવતા બુથ | 171 | 7 | 10 |
| 51-100 મત ધરાવતા બુથ | 83 | 28 | 15 |
| 101-150 મત ધરાવતા બુથ | 26 | 61 | 48 |
| 151-200 મત ધરાવતા બુથ | 9 | 72 | 60 |
| 201-250 મત ધરાવતા બુથ | 4 | 55 | 58 |
| 251-300 મત ધરાવતા બુથ | 1 | 33 | 46 |
| 301-400 મત ધરાવતા બુથ | 1 | 28 | 44 |
| 400-500 મત ધરાવતા બુથ | 0 | 9 | 11 |
| 500થી વધુ મત ધરાવતા બુથ | 0 | 2 | 3 |
વર્ષ 2022ની વિધાનસભા ચુટણીમાં આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીત મેળવી હતી. આ જીત મેળવવા પાછળ વિસાવદરમાં આમ આદમી પાર્ટીને 46 બુથમાં 200 થી 300 મત મળ્યા હતા. 400 થી 500 મત મળ્યો હોય તેવા 11 બુથ હતા. જ્યારે 300 થી 400 મત મળ્યા હોય તેવા 44 જેટલા બુથ હતા. આમ આ બુથમાં આમ આદમીને વધુ મત મળવાથી વિજેતા બન્યો હતા. જ્યારે કોગ્રેસને 171 એવા બુથ હતા જેમાં માત્ર 50 કરતાં ઓછા મત મળ્યા હતા. ભાજપને 500 મત મળ્યા હોય તેવા 2 બુથ હતા. ભાજપને 150 થી 200 મત મળ્યો હોય તેવા 72 બુથ હતાં આમ વિસાવદરમાં બુથ પ્રમાણે પ્રથમ સ્થાને આમ આદમી પાર્ટી અને બીજી સ્થાને ભાજપ હતી.
ભાજપ માટે સંવેદનશીલ બુથ નંબર
| 0-50 મત | 51-100 મત |
| 165 | 164 |
| 286 | 293 |
| 295 | 127 |
| 111 | 182 |
| 147 | 212 |
| 187 | 272 |
| 139 | 278 |
| 271 | |
| 128 | |
| 275 | |
| 181 | |
| 282 | |
| 161 | |
| 204 | |
| 172 | |
| 123 | |
| 213 | |
| 67 | |
| 290 | |
| 167 | |
| 117 | |
| 186 | |
| 60 | |
| 195 | |
| 43 | |
| 262 | |
| 144 | |
| 151 |
વિસાવદરમાં વર્ષ 2022માં ભાજપને મળેલા મતનું બુથ પ્રમાણે વિશ્લેષણ કરીએ તો ભાજપ માટે સૌથી ઓછા મત બુથ નંબર 165, 286,295, 111, 147, 187,130 છે જેમાં ભાજપના ઉમેદવારને 0 થી 50 મત મળ્યા હતા. તેવી જ રીતે 51 થી 100 મત મળ્યો હોય તેવા ભાજપના 28 બુથ હતા. આમ ભાજપને સૌથી ઓછા મત 35 જેટલા બુથમાં મળ્યા હતા. જેના કારણે ભાજપને વિસાવદરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આથી ભાજપને પેટા ચુંટણીમાં જીત મેળવવી હોય તો આ 35 બુથ પર પોતાની લાકપ્રિયતા વધારવી પડશે.
આપ માટે સંવેદનશીલ બુથ નંબર
| 0-50 મત | 51-100 મત |
| 187 | 54 |
| 295 | 234 |
| 255 | 231 |
| 278 | 239 |
| 67 | 52 |
| 240 | 246 |
| 143 | 51 |
| 19 | 43 |
| 230 | 221 |
| 245 | 86 |
| 31 | |
| 168 | |
| 53 | |
| 290 | |
| 28 |
વિસાવદર વિધાનસભા બેઠરમાં આમ આદમી પાર્ટીને 0 થી 50 મત મળ્યા હોય તેવા બુથ નંબરમાં 187, 295,255, 278,67,240,143,19,230,245 છે. આ બુથમાં આમ આદમીને સૌથી ઓછા મત મળ્યા હતા. તેવી જ રીતે 100 મતથી ઓછા મત મળ્યા હોય તેવા બુથ નંબર 54,234,231,239,52,246,51, 43,221,86,31,168,53,290, અને 28 નંબર હતા. જેમાં આમ આદમી પાર્ટીને ઓછા મત મળ્યા હતા. આથી આમ આદમી પાર્ટીએ પણ પેટા ચુંટણીમાં જીત માટે આ બુથમાં વિશેષ ધ્યાન આપવું પડશે.
કોંગ્રેસ માટે સંવેદનશીલ બુથ નંબર
| 0-50 મત | 51-100 મત |
| 165 | 27 |
| 295 | 115 |
| 186 | 42 |
| 256 | 13 |
| 60 | 148 |
| 98 | 76 |
| 220 | 225 |
| 255 | 248 |
| 105 | 258 |
| 230 | 263 |
| 82 | 261 |
| 213 | 62 |
| 73 | 64 |
| 28 | 122 |
| 249 | 61 |
| 7 | 218 |
| 202 | 200 |
| 140 | 103 |
| 71 | 14 |
| 171 | 228 |
| 111 | 126 |
| 253 | 262 |
| 153 | 199 |
| 181 | 162 |
| 189 | 84 |
| 208 | 184 |
| 75 | 137 |
| 278 | 245 |
| 250 | 231 |
| 286 | 11 |
| 130 | 232 |
| 8 | 178 |
| 40 | 55 |
| 201 | 41 |
| 88 | 53 |
| 128 | 173 |
| 152 | 81 |
| 275 | 209 |
| 74 | 292 |
| 161 | 12 |
| 168 | 113 |
| 267 | 282 |
| 6 | 79 |
| 224 | 38 |
| 142 | 101 |
| 175 | 119 |
| 217 | 236 |
| 223 | 99 |
| 159 | 118 |
| 204 | 198 |
| 252 | 266 |
| 129 | 57 |
| 136 | 254 |
| 166 | 39 |
| 211 | 68 |
| 214 | 52 |
| 188 | 240 |
| 195 | 150 |
| 196 | 227 |
| 35 | 91 |
| 257 | 77 |
| 182 | 187 |
| 89 | 124 |
| 174 | 234 |
| 110 | 226 |
| 164 | 36 |
| 138 | 78 |
| 167 | 54 |
| 143 | 268 |
| 251 | 47 |
| 274 | 271 |
| 147 | 107 |
| 44 | 183 |
| 34 | 269 |
| 141 | 109 |
| 114 | 293 |
| 69 | 260 |
| 93 | 197 |
| 86 | 284 |
| 3 | 170 |
| 117 | 281 |
| 70 | 135 |
| 95 | 246 |
| 66 | |
| 93 | |
| 86 | |
| 3 | |
| 117 | |
| 70 | |
| 95 | |
| 66 | |
| 123 | |
| 33 | |
| 29 | |
| 19 | |
| 31 | |
| 280 | |
| 67 | |
| 43 | |
| 133 | |
| 216 | |
| 104 | |
| 169 |
કોગ્રેસને વર્ષ 2022ની વિસાવદર વિધાનસભામાં કારમી હારનો સામને કરવો પડ્યો હતો. કોગ્રેસ વિસાવદરમાં 50 મતથી ઓછા મત મળ્યો હોય તેવા બુથની સંખ્યા સૌથી વધારે હતા. જ્યારે 100થી ઓછા મત મળ્યો હોય તેવા બુથની સંખ્યા 82 હતી. આમ વિશ્લેષણમાં બુથના નંબર દર્શાવામાં આવ્યા છે જેના આધારે ખ્યાલ આવે કે, કોગ્રેસને ક્યાં બુથમાં કેટલા મત મળ્યો છે. આમ કોગ્રેસને ઓછા મત મળવાને લીધે હાર થઇ હતી. આ વખતે કોગ્રેસ જીત મેળવવી હશે તો ઉપર દર્શાવેલા બુથમાં મતની ટકાવારીમાં વધારો કરશે તો જ જીત મેળવી શકશે.
