Rajkot: તાજેતરમા જ ગ્રામ પંચાયતની ચુંટણી યોજવામા આવી હતી. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકોટ શહેરનાં વેજા ગામે પણ યોજવામા આવી હતી. જયાં બે કૌટુંબીક ભાઇ સામ સામે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં એકનો વિજય થયો હતો. જયારે બીજાની હાર થતા હારેલા ઉમેદવારે ટોળકી રચી રાત્રીનાં સમયે વેજા ગામનાં પાદરમા જઇ ગ્રામજનોને ધમકાવ્યા હતા અને કોઇ વ્યકિત સામે જોવે તો આંખો કાઢી લેવાની ધમકી આપી હતી.
મોડી રાત્રે થયેલી માથાકુટ બાદ ડરી ગયેલા ગ્રામજનો અને ચુટાયેલા સરપંચ સહીત લગભગ 100 થી વધુ લોકો સીપી કચેરીએ દોડી આવ્યા હતા. અને ત્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવા માગણી કરી હતી આ ઘટનામા પોલીસ કમિશનરે ન્યાય આપવાની બાહેધરી આપતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાં સ્ટાફે સરપંચની ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર આવેલા વેજા ગામ વાજડીમાં રહેતા ખેતીકામ કરતા અને તાજેતરમા જ સરપંચ તરીકે ચૂંટાયેલા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ફરિયાદમાં આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે, તેઓ ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે અને હાલમા ગ્રામ પંચાયતની ચુટણીનાં પરીણામ આવે જેમા તેઓનો વિજય થયો હતો.
તેઓની સામે કૌટુંબીક ભાઇ લકીરાજસિંહ જયદેવસિંહ જાડેજા ઉભા હતા. જેઓની હાર થઇ હતી. તેઓ હાર પચાવી ન શકતા મોડી રાત્રે ગામનાં પાદરમા તેમનાં મામા પ્રદીપસિંહ નીકુંજસિંહ સરવૈયા થાર ગાડી લઇને આવેલા હતા. અને પાદરમા રહેલા તમામ ગ્રામજનોને જેમ ફાવે તેમ ગાળો બોલી ધમકાવવા લાગ્યા હતા. જે બાદ લકીરાજસિંહ જાડેજા તથા તેમનાં પિતા જયદેવસિંહ અભેસિંહ કાળા કલરની થાર તથા બુલેટ લઇને આવ્યા હતા અને પોતે મોટા હોય તેમ ગામમા ભય બતાવતા હતા. તેમજ તેઓ કહેતા હતા કે જે લોકો સામે જોશે તેમની આંખો કાઢી લેવામા આવશે.
આ પ્રદિપસિંહ વેજા ગામમા આવ્યા, ત્યારે દારૂ પીધેલી હાલતમાં હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ સમયે ત્યાં બીજલભાઇ ડાભી, કેશુભાઇ મેરીયા પણ હાજર હતા . ગામમા અન્ય સભ્યોએ સમય સુચકતા વાપરી સુભાષભાઇ ડાંગરે સરપંચ યોગેન્દ્રસિંહને ફોન કરી જણાવ્યુ કે ગામમા પદુભા આવ્યા છે અને તેઓ ગ્રામજનોને ધમકાવી રહયા છે, અને આ લોકો આંખો ફોડી નાખવાની વાત કરે છે.
