Surat: નવાગામ GIDCમાં 'શંકાસ્પદ ઘી' બનાવતી ફેક્ટરી ઝડપાઈ, કામરેજ પોલીસે સેમ્પલને તપાસ અર્થે મોકલ્યા

સ્થળ પરથી ઘી બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 16 Jun 2026 03:53 PM (IST)Updated: Tue, 16 Jun 2026 04:57 PM (IST)
kamrej-police-raid-navagam-gidc-adulterated-fake-ghee-factory-in-surat

Surat suspicious ghee factory: સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા નવાગામ GIDC વિસ્તારમાં નકલી અથવા ભેળસેળયુક્ત ઘી બનાવવાનો મોટો કારોબાર ઝડપાયો છે. પોલીસની સચોટ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં શંકાસ્પદ ઘી અને તેને બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ

કામરેજ પોલીસને બાતમી મળી હતી કે નવાગામ સીમમાં આવેલી GIDC વિસ્તારના શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર-7 માં છેલ્લા અંદાજે 15 દિવસથી કેટલાક ઈસમો દ્વારા ઘી અને તેલનો શંકાસ્પદ વેપાર અને ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે પોલીસે ફૂડ વિભાગની ટીમને જાણ કરી અને તેમને સાથે રાખીને ફેક્ટરીમાં સંયુક્ત રેડ કરી હતી.

naidunia_image

કામરેજ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ તપાસ દરમિયાન સ્થળ પરથી 15 તેલના ડબ્બા, 140 કિલો જેટલું ક્રીમ, 1 ભેંસના ઘીનો ડબ્બો અને 1 ગાયના ઘીનો ડબ્બો તેમજ અન્ય ઘી બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી કબજે કરી લેવામાં આવ્યો છે.

naidunia_image

FSL તપાસ અને સપ્લાય ચેઇનની ભાળ

પ્રાથમિક તપાસમાં અસલી બ્રાન્ડના નામે ભેળસેળયુક્ત અથવા નકલી ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે હાલ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. ફેક્ટરીમાંથી એકત્ર કરવામાં આવેલા શંકાસ્પદ ઘીના નમૂનાઓ (સેમ્પલ) વધુ ગુણવત્તા ચકાસણી માટે FSL માં મોકલી આપવામાં આવ્યા છે.

naidunia_image

આ ઉપરાંત, પોલીસ હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે કે આ ફેક્ટરીમાં તૈયાર થતું ભેળસેળયુક્ત ઘી બજારમાં ક્યાં અને કોને વેચવામાં આવતું હતું, તથા તેની સપ્લાય ચેઇન પાછળ કોણ-કોણ લોકો સંડોવાયેલા છે.

પોલીસ વિભાગ દ્વારા કડક ચેતવણી જારી

આ રેડ અંગે કામરેજ PI આર.બી. ગોજીયાએ જણાવ્યું હતું કે, કાયદેસરની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જો લોકોના જીવ અને સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડા કરવામાં આવશે, તો ગુનેગારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.