Vadodara Accident Photo: વડોદરામાં 6થી વધુનો ભોગ લેનાર અકસ્માતની 10 તસવીરો, પહેલા સોફા સુધી બસનો કચ્ચરઘાણ નિકળી ગયો

આ ભીષણ ટક્કરમાં એક 9 વર્ષના નિર્દોષ બાળક સહિત કુલ 6 થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Jun 2026 12:45 PM (IST)Updated: Wed, 17 Jun 2026 12:54 PM (IST)
vadodara-jarod-road-luxury-bus-truck-accident-images

Vadodara Bus-Truck Accident Photos: વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે 17 જૂનની વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. સવારે આશરે 4 વાગ્યાની આસપાસ હાઈવે પર ઊભેલી એક ટ્રકની પાછળ પ્રાઈવેટ લક્ઝરી બસ ધડાકાભેર અથડાઈ પડી હતી. આ ભીષણ ટક્કરમાં એક 9 વર્ષના નિર્દોષ બાળક સહિત કુલ 6 થી વધુ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઉપરાંત અકસ્માતમાં 27 જેટલા મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

naidunia_image

1) વહેલી સવારે સર્જાઈ ગમખ્વાર દુર્ઘટના

ગુજરાતમાં વહેલી સવારે એક અત્યંત દુઃખદ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા-જરોદ રોડ પર આવેલા કોટંબી ગામ નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

naidunia_image

2) રાજસ્થાનથી સુરત જઈ રહી હતી બસ

બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાનના બાસવાડાથી સુરત તરફ જઈ રહી હતી. મુસાફરી દરમિયાન બસ વડોદરા-જરોદ રોડ પર અકસ્માતનો ભોગ બની હતી.

naidunia_image

3) ટ્રકની પાછળ બસ ધડાકાભેર ઘૂસી

પ્રાથમિક માહિતી મુજબ બસ આગળ જઈ રહેલી અથવા ઊભેલી ટ્રકની પાછળ જોરદાર રીતે ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

naidunia_image

4) 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત

આ ગંભીર અકસ્માતમાં 6 કમનસીબ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો.

naidunia_image

5) 26 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અકસ્માતમાં અન્ય 26 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. કેટલાક મુસાફરો બસમાં ફસાઈ જતાં તેમને બહાર કાઢવા માટે વિશેષ બચાવ કામગીરી હાથ ધરવી પડી હતી.

naidunia_image

6) NDRF અને પોલીસની ટીમે હાથ ધરી બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. જવાનોએ ભારે જહેમત બાદ બસના પતરાં કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.

naidunia_image

7) ઈજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખસેડાયા

બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

naidunia_image

8) અકસ્માત બાદ હાઇવે પર ટ્રાફિકજામ

અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા ફરી સામાન્ય બનાવી હતી.

naidunia_image

9) પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જરોદ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ અકસ્માતનો ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

naidunia_image

10) અકસ્માતના કારણ અંગે તપાસ ચાલુ

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. જોકે પ્રાથમિક તપાસમાં બસ ચાલકને વહેલી સવારે ઝોકું આવવું અથવા ઓવરટેક દરમિયાન નિયંત્રણ ગુમાવવું જેવી સંભાવનાઓ પર તપાસ ચાલી રહી છે. વહીવટી તંત્ર દ્વારા મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોને જાણ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

naidunia_image