વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસોમાં હિરોશિમાના પ્રવાસે છે, જ્યાં તેઓ G-7 દેશોની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. અહીં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને મળ્યા. બાઇડન પીએમ મોદીને મળવા માટે તેમની ખુરશી પાસે આવી ગયા હતા. પીએમ મોદી પણ આદર સાથે ઉભા થયા અને તેમને ભેટ્યા. આ પહેલા પણ બંને નેતાઓ અનેક પ્રસંગોએ એકબીજાને ઉષ્માપૂર્વક મળ્યા છે. તેમજ વ્હાઇટ હાઉસ પીએમ મોદી માટે ખાસ ડિનરનું આયોજન કરવા જઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં પ્રખ્યાત જાપાની લેખક, હિન્દી અને પંજાબી ભાષાશાસ્ત્રી, પદ્મશ્રી ડો. ટોમિયો મિઝોકામી અને અગ્રણી જાપાની ચિત્રકાર હિરોકો તાકાયામાને મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, “મને હિરોશિમામાં પ્રોફેસર ટોમિયો મિઝોકામી સાથે વાતચીત કરવાનો આનંદ મળ્યો. પદ્મ પુરસ્કાર વિજેતા, તે પ્રતિષ્ઠિત હિન્દી અને પંજાબી ભાષાશાસ્ત્રી છે. તેમણે જાપાનના લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે."
#WATCH जापान: प्रधानमंत्री नरेंद्र मोदी ने हिरोशिमा में अमेरिका के राष्ट्रपति जो बाइडेन से मुलाकात की। #G7Summit pic.twitter.com/pZB43z1UMJ
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
આ પહેંલા પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ કહ્યું, આજે પણ 'હિરોશિમા' શબ્દ સાંભળીને દુનિયા ડરી જાય છે. G-7 સમિટ માટે મારી જાપાનની મુલાકાત દરમિયાન મને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ગાંધીજીના શાંતિ અને સંવાદિતાના આદર્શો સમગ્ર વિશ્વમાં ગુંજ્યા કરે છે અને લાખો લોકોને શક્તિ આપે છે. શાંતિ અને અહિંસા પ્રત્યે એકતા દર્શાવવા માટે ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવા માટે હિરોશિમાની પસંદગી કરવામાં આવી હતી.
