Telegram Temporary Ban in India: દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) ની સુરક્ષા અને પારદર્શિતા જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પેપર લીક અને પરીક્ષામાં થતી ગેરરીતિઓ અટકાવવાના મજબૂત પ્રયાસના ભાગરૂપે, ભારતમાં લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ 'ટેલિગ્રામ' (Telegram) પર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
આગામી 21 જૂને NEET (UG) ની પુનઃપરીક્ષા (Re-Exam) યોજાવા જઈ રહી છે. આગામી સમયમાં યોજાનારી આ પુનઃપરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ કે પેપર લીકની ઘટનાને રોકવા માટે આ આકરૂં પગલું ભરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
Telegram access restricted in India for re- NEET following recommendations of NTA
— ANI (@ANI) June 16, 2026
"Ministry of Electronics and Information Technology has issued notification a direction under Section 69 A of the Information Technology Act, 2000, restricting access to the Telegram platform in… pic.twitter.com/3TzJepOoej
શા માટે લેવાયો ટેલિગ્રામ પર પ્રતિબંધનો નિર્ણય?
તાજેતરમાં સર્જાયેલા NEET પેપર લીકના વિવાદને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર આ વખતે અત્યંત હાઈ એલર્ટ મોડમાં કામ કરી રહી છે. ભૂતકાળમાં ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ પેપર લીક કરવા અથવા પરીક્ષા સંબંધિત ગેરકાયદેસર સામગ્રી ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આ સ્થિતિનું પુનરાવર્તન ન થાય અને પરીક્ષા સંપૂર્ણપણે ન્યાયી વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા આ નિર્ણય લેવાયો છે.
ક્યાં સુધી અમલમાં રહેશે આ નિયંત્રણો?
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિર્દેશો અનુસાર, ભારતમાં 22 જૂન સુધી ટેલિગ્રામની સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં યુઝર્સ એપનો ઉપયોગ કરી શકશે નહીં.
