Delhi New CM: દિલ્હીમાં નવા મુખ્યમંત્રી ક્યારે શપથ લેશે ? સામે આવ્યું મોટું અપડેટ

ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મુખ્યમંત્રી પદ માટેના ચહેરા અંગે ચર્ચા બેઠક યોજાઈ હતી. ત્યારે શપથ ગ્રહણ સમારોહના આયોજનને લઈને એક મોટી અપડેટ આવી છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 09 Feb 2025 03:31 PM (IST)Updated: Sun, 09 Feb 2025 03:31 PM (IST)
delhi-assembly-election-result-2025-when-will-the-chief-minister-be-sworn-in-in-delhi

Delhi New CM News: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. હવે સૌ કોઈની નજર દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામને લઈને છે. આજે ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને મુખ્યમંત્રી પદ માટેના ચહેરા અંગે ચર્ચા યોજાઈ હતી. આ બેઠકમાં જેપી નડ્ડા, બૈજયંત પાંડા અને બીએલ સંતોષ હાજર રહ્યા હતા.

ક્યારે યોજાશે શપથ ગ્રહણ

27 વર્ષથી વધુ સમય પછી દિલ્હીમાં સત્તામાં પાછી ફરી છે. આજે દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા રવિવારે સાંજે તમામ જીતેલા ધારાસભ્યોને મળશે અને જીતની શુભકામનાઓ આપશે. હવે ભાજપ કોને દિલ્હીની ગાદી સોંપશે જેને લઈને ચર્ચા શરૂ ગઈ છે. શપથ ગ્રહણ સમારોહને લઈને એક મોટી અપડેટ આવી છે. માહિતી અનુસાર પીએમ મોદી તેમના વિદેશ પ્રવાસથી પાછા ફરશે પછી દિલ્હીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે.

ભવ્ય રીતે યોજાશે શપથ ગ્રહણ સમારોહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. આ પહેલા તેઓ ફ્રાન્સની મુલાકાતે પણ જઈ શકે છે. પ્રધાનમંત્રી 14 ફેબ્રુઆરીએ દેશ પરત ફરશે. પીએમના પરત ફર્યા બાદ દિલ્હીમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવશે. NDA નેતાઓ તેમાં ભાગ લેશે. આ ઉપરાંત બધા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ બોલાવવામાં આવશે.