Delhi Election Result 2025: દિલ્હીમાં જીત બાદ PM મોદીએ કહ્યું- 'દરેક ભ્રષ્ટાચારની તપાસ થશે, જેમણે પણ લૂટ ચલાવી છે તેમણે બધુ પરત કરવું પડશે'

ભાજપે 48 બેઠક પર જીત મેળી છે અથવા આગળ છે. આમ આદમી પાર્ટીને ફક્ત 22 બેઠક પર જીત મળી છે અથવા તો આગળ છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 08 Feb 2025 06:24 PM (IST)Updated: Sat, 08 Feb 2025 07:32 PM (IST)
new-delhi-city-delhi-election-result-2025-counting-aap-vs-bjp-vs-congress

Delhi Election Result 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી ગઈ છે. નવી દિલ્હી બેઠકથી AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ તથા જંગપુર બેઠકથી મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી હારી ગયા છે. દિલ્હીની 70 બેઠક પૈકી બહુમતી માટે 36 બેઠકની જરૂર હોય છે.

ભાજપે 48 બેઠક પર જીત મેળવી છે અથવા આગળ છે. આમ આદમી પાર્ટીને ફક્ત 22 બેઠક પર જીત મળી છે અથવા તો આગળ છે. જ્યારે કોંગ્રેસ દિલ્હીમાં એક પણ બેઠક મેળવી શકી નથી. આ દરમિયાન ભાજપમાં આ જીત બદલ ખુશીનો માહોલ છે. કારણ કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 27 વર્ષ બાદ જીત મળી છે.

જ્યા NDA સરકાર ત્યા થયો વિકાસ
PM મોદીએ કહ્યું કે જ્યાં NDA છે ત્યાં સુશાન અને વિશ્વાસ છે. દેશમાં NDAને જ્યાં પણ જનાદેશ મળ્યો તે રાજ્યને વિકાસની નવી ઉંચાઈ પર પહોંચાડ્યો છે. માટે ભાજપને સતત જીત મળી રહી છે. લોકો બીજી, ત્રીજી વખત ચૂંટી રહી છે. હરિયાણા, UP, MP, ગુજરાત,ઉત્તરાખંડ, ગોવા, તમામ જગ્યા તક આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરી છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળનું સંકટ હતું જેને ઉકેલવાની દિશામાં આગળ વધી શકાયું છે.

PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ કાર્યકર્તાઓ, મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીને વિકાસના માર્ગે આગળ લઈ જવામાં આવશે. આજે દિલ્હીની પ્રજાએ સ્પષ્ટ કરી દીધુ છે કે દિલ્હીની અસલી માલીક ફક્ત અને ફક્ત દિલ્હીની પ્રજા જ છે.દિલ્હીના જનાદેશથી એ સ્પષ્ટ છે કે રાજકારણમાં શોર્ટકર્ટ, ખોટી વાતોને કોઈ જ જગ્યા નથી. દિલ્હીની પ્રજાએ શોર્ટકર્ટને શોર્ટસર્કિટ કરી દીધી છે.

ભાજપે દિલ્હી અગાઉ હરિયાણામાં, ત્યારબાદ મહારાષ્ટ્રમાં જીત હાંસલ કરી હતી. હવે દિલ્હીમાં જીત મેળવી છે.

7 સાંસદોએ PM મોદીનું સ્વાગત કર્યું
PM મોદી ભાજપ કાર્યાલય પહોંચતા જ મોદી-મોદીથી ગુંજી ઉઠ્યું હતું. દિલ્હીના ભાજપના સાત સાંસદોએ સ્વાગત કર્યું.

ગૃહ પ્રધાન અમિત શાહ ભાજપ કાર્યાલય પહોંચ્યા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હી ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. આ અગાઉ જેપી નડ્ડા પણ પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડીવારમાં ભાજપ કાર્યાલય પહોંચ્યા છે.