PM Modi Working For Nation: 'PM મોદી રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે', શરદ પવારે વડાપ્રધાનની ભરપૂર પ્રશંસા કરી, જવાહરલાલ નેહરુ-ઈન્દિરા ગાંધી વિશે પણ આ વાત કહી

પવારે આ સાથે કહ્યું કે રાજકીય રીતે વિચારધારા અલગ-અલગ હોઈ શકે છે પણ દેશ હિત અને દેશની પ્રતિષ્ઠાના મુદ્દે સૌએ એક સાથે આવવું જોઈએ.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 20 May 2026 06:01 PM (IST)Updated: Wed, 20 May 2026 06:17 PM (IST)
sharad-pawar-praised-pm-modi-he-is-working-for-nation-know-what-said-about-jawaharlal-nehru-and-indira-gandhi

Sharad Pawar praised PM Modi: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની પ્રતિષ્ઠા જાળવી રાખવા અને તેમાં વધારો કરવા માટે વડાપ્રધાન સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરી રહ્યા છે. આ સાથે તેમણે એ વાત પર પણ વિશેષ ભાર આપ્યો કે જ્યારે દેશના સન્માનનની વાત આવતી હોય તો રાજકીય મતભેદોને બાજુએ પર રાખવા જોઈએ.

મંગળવારે પુણેમાં લક્ષ્મણરાવ ગુટ્ટે રુરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે રાજકીય રીતે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અલગ વિચાર ધરાવી છીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની વૈશ્વિક સ્તરે છબીને મજબૂત માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ દેશના હિતને સર્વોપરીતા આપી રહ્યા છે.

દેશ હિતમાં એકજૂટ થવા માટે આહવાન કરવામાં આવ્યું

પવારે આ સાથે કહ્યું કે રાજકીય રીતે વિચારધારા અલગ-અલગ હોઈ શકે છે પણ દેશ હિત અને દેશની પ્રતિષ્ઠાના મુદ્દે સૌએ એક સાથે આવવું જોઈએ. તેમણે આ સાથે અપીલ કરી કે જ્યારે પણ સામૂહિક રીતે કામ કરવાની તક મળે તો સૌ પક્ષોનો ઉદ્દેશ એક સાથે આગળ વધવું જોઈએ.

જવાહરલાલ નહેરુ અને ઈંદિરા ગાંધી અંગે પણ આ વાત કહી

આ દરમિયાન શરદ પવારે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની યાદ અપાવી. તેમણે વર્ષ 1958માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરું સાથે થયેલી મુલાકાતનો રસપ્રદ કિસ્સો કહ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીના ત્રણ મૂર્તિ ભવનમાં નેહરુને મળ્યા તે સમયે તેમણે ખેડૂતો તથા યુવાનો સાથે સંકળાયેલ અનેક પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી. પણ નેહરુના પ્રભાવશાળી વ્યક્તિત્વ સામે તેઓ બધુ જ ભૂલી ગયા હતા.

ઈન્દિરા ગાંધીના સોવિયત સંઘના પ્રવાસનો ઉલ્લેખ કરતાં પવારે રહ્યું કે ઈન્દિરા ગાંધીએ ભારતની ગરિમા અને પ્રતિષ્ઠા સાથે કોઈ જ પ્રકારની બાંધછોડ કરી ન હતી. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનનું સન્માન એ પૂરા રાષ્ટ્રનું સન્માન છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પણ શરદ પવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં PM મોદીની પ્રશંસા કરી હતી.