Vastu Tips For Main Door: ઘરના મુખ્ય દ્વારનો રંગ પણ ચમકાવી શકે છે કિસ્મત, જાણો દિશા પ્રમાણે વાસ્તુના નિયમો

ઘરના મુખ્ય દ્વાર પર સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે જ ઘરના મુખ્ય દ્વારનો રંગ પણ શુભ હોવો જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 17 Jun 2026 12:01 AM (IST)Updated: Wed, 17 Jun 2026 12:01 AM (IST)
auto-draftvastu-tips-for-main-door-luck-can-also-brighten-the-color-of-the-main-door-of-the-house
HIGHLIGHTS
  • વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે

Vastu Tips For Main Door: સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું આગવું મહત્ત્વ છે. જેમાં ઘરના મુખ્ય પ્રવેશદ્વાર સાથે સંકળાયેલ વાસ્તુ ટિપ્સ અંગે વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે અને ધનની દેવી માઁ લક્ષ્મીની કૃપા કાયમ માટે વરસતી રહે છે. ન

આથી જ ઘરના મુખ્ય દ્વાર પર સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે જ ઘરના મુખ્ય દ્વારનો રંગ પણ શુભ હોવો જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ દિશા અનુસાર ઘરનો મુખ્ય દ્વાર ક્યા રંગનો હોવો જોઈએ.

પૂર્વ દિશાઃ આ દિશા સૂર્યની ગણાય છે. આથી પૂર્વ દિશાના મુખ્ય દ્વાર માટે સામાન્ય આસમાની કે સફેદ રંગ શુભ માનવામાં આવે છે. આ રંગનો મુખ્ય દ્વાર હોય, તો ઘરમાં શાંતિ જળવાઈ રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

પશ્ચિમ દિશાઃ આ દિશાનો સબંધ શનિદેવ સાથે છે. આથી આ દિશાના મુખ્ય દ્વાર માટે સફેદ રંગ શુભ માનવામાં આવે છે. જેનાથી સફળતા આકર્ષાય છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.

ઉત્તર દિશાઃ આ દિશા ધનના દેવતા કુબેરનો વાસ માનવામાં આવે છે. આ દિશાના મુખ્ય દ્વાર માટે સામાન્ય લીલો અને વાદળી રંગ શુભ માનવામાં આવે છે. જેનાથી આર્થિક પ્રગતિમાં સુધારો જોવા મળે છે અને આકસ્મિક ધનલાભના યોગ બને છે.

દક્ષિણ દિશાઃ આ દિશા મંગળ ગ્રહની ગણાય છે. આથી આ દિશાના મુખ્ય દ્વાર માટે સામાન્ય લાલ અને ગુલાબી રંગને શુભ માનવામાં આવે છે.

મુખ્ય દ્વારની દિશા અને ક્યા રંગથી બચવું?

ઘરનો મુખ્ય દ્વાર ક્યારેય કાળા રંગનો ના હોવો જોઈએ, કારણ કે તે નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ધ્યાન રાખો કે, મુખ્ય દ્વારનો રંગ ક્યારેય ફિક્કો ના પડે. જો રંગ ખરાબ થઈ ગયો હોય, તો નવેસરથી કલર કરાવી દેવો જોઈએ.

મુખ્ય દ્વારની દિશા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના મુખ્ય દ્વાર માટે ઉત્તર, પૂર્વ, ઉત્તર-પૂર્વ દિશા અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિશામાં મુખ્ય દ્વાર હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે અને આર્થિક સ્થિરતા આવે છે.