Home Temple Vastu: ઘરના મંદિરમાં ના રાખશો ભગવાનની આવી મૂર્તિઓ, વાસ્તુ દોષથી ભોગવવા પડશે માઠા પરિણામ

મંદિરના ઘરનો રંગ ખૂબ જ સૌમ્ય અને મનને શાંતિ આપે તેવો રાખવો જોઈએ. જેથી ઘરમાં સકારાત્કમ વાતાવરણ જળવાઈ રહે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Jun 2026 03:39 PM (IST)Updated: Sun, 14 Jun 2026 03:39 PM (IST)
home-temple-vastu-do-not-keep-such-idols-of-god-in-the-temple-of-your-home
HIGHLIGHTS
  • મંદિરમાં એક ભગવાનની એક જ મૂર્તિ રાખવી જોઈએ

Home Temple Vastu: સનાતન ધર્મમાં ઘરના મંદિરને સકારાત્મક ઉર્જા અને શાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે. દરરોજ મંદિરમાં દેવી-દેવતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિરમાં જો ભગવાનની મૂર્તિઓ કે ફોટા યોગ્ય ના હોય, તો તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને વ્યક્તિને વાસ્તુ દોષનો સામનો કરવો પડી શકે છે. આજે અમે આપને વિગતવાર જણાવીશું કે, મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિઓ કે તસવીરો રાખવાથી વાસ્તુ દોષ પેદા થાય છે.

  • ખંડિત કે તૂટેલી મૂર્તિઃ ઘરમાં ભૂલથી પણ ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે, ખંડિત મૂર્તિ મંદિરમાં રાખવાથી અગત્યના કામોમાં અડચણો આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થવાથી તેની અસર પરિવારના તમામ સભ્યો પર પડે છે. આથી મંદિરમાં ખંડિત મૂર્તિઓ રાખવાનું ટાળવું જોઈએ. આવી મૂર્તિઓને કોઈ નદી કે વહેતા જળમાં વિસર્જિત કરી દેવી જોઈએ.
  • દેવી-દેવતાઓના રૌદ્ર સ્વરૂપઃ મંદિરમાં દેવી-દેવતાઓની સૌમ્ય, શાંત અને હસતી મુદ્રામાં હોય તેવી જ મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે, મંદિરમાં દેવી-દેવતાઓની ઉગ્ર કે રૌદ્ર સ્વરૂપ ધરાવતી મૂર્તિ ના રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં કજિયા વધી જાય છે.
  • એક જ દેવતાની અનેક મૂર્તિઃ મંદિરમાં એક જ દેવતાની અનેક મૂર્તિઓ કે તસવીરો પણ ના રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિરમાં એક જ દેવતાની અનેક મૂર્તિઓ રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે.
  • પીઠ દેખાડતી મૂર્તિઃ મંદિરમાં ભગવાનની મૂર્તિને એવી રીતે ક્યારેય ના રાખવી જોઈએ કે, તેમની પીઠ તમારા મુખ તરફ હોય. ભગવાનની પીઠના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે.

કંઈ બાબતોનું ધ્યાન રાખવું? Home Temple Vastu

  • શાંત અને સૌમ્ય મુદ્રાઃ મંદિરમાં ભગવાન કે માતાજીની હસતી અને શાંત મુદ્રા વાળી મૂર્તિ જ રાખવી જોઈએ. આ ઉપરાંત આશીર્વાદ આપતી મુદ્રા ધરાવતી મૂર્તિ પણ શુભ માનવામાં આવે છે.
  • શુભ ધાતુઃ મંદિરમાં સોના, ચાંદી, પિત્તળ કે પછી તાંબાથી બનેલી મૂર્તિ જ રાખવી શુભ માનવામાં આવે છ
  • આસપાસ મૂર્તિઃ મંદિરમાં માતાજી કે ભગવાનની મૂર્તિઓને નજીકમાં ક્યારેય ના રાખવી જોઈએ. આ ઉપરાંત બેઠેલી મુદ્દામાં ભગવાનની મૂર્તિઓને શુભ માનવામાં આવે છે.