Prostate Cancer: પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું કારણ બને છે આ રોજિંદી આદતો


By Sanket M Parekh21, May 2025 04:08 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

પ્રોસ્ટેટ કેન્સર પુરુષોના પ્રોસ્ટેટ ગ્લેન્ડમાં થાય છે. જેમાં સેલ્સ અસામાન્ય રીતે ઝડપથી વધે છે. જેના પરિણામે પેશાબ અને યૌન સ્વાસ્થ્યમાં સમસ્યા આવે છે. તો ચાલો જાણીતા આર્કિયોલૉજિસ્ટ ડૉ મનિષ શર્મા પાસેથી જાણીએ ક્યા કારણોસર પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યા થાય છે.

મોટાપો મુખ્ય કારણ

મોટાપો પ્રોસ્ટેટ કેન્સરનું સૌથી મોટું કારણ છે. વધારે વજનના કારણે હોર્મોન અસંતુલિત થઈ જાય છે, જેના પરિણામે કેન્સરના સેલ્સનો ઝડપથી વિકાસ થાય છે.

ફેમિલી હિસ્ટ્રીની અસર

જો પરિવારમાં કોઈને પ્રેસ્ટેટ કેન્સર થયું હોય, તો આવનારી પેઢીને પણ તે થવાનો ખતરો સૌથી વધારે રહે છે. ખાસ કરીને 60 વર્ષ પહેલા ડાયગ્નોસ કરાવવું હિતાવહ રહે છે.

જીન્સ અને મ્યૂટેશન

BRCA1 અને BRCA2 જીન મ્યૂટેશન પ્રોસ્ટેટ કેન્સરની સંભાવના વધારે છે. આ જીન બ્રેસ્ટ અને ઑવેરિયન કેન્સર માટે પણ જવાબદાર હોય છે.

સ્મોકિંગ અને આલ્કોહૉલ

જે પુરુષ સૌથી વધુ સ્મોકિંગ અને ડ્રિન્કિંગ અર્થાત આલ્કોહોલનું સેવન કરતા હોય, તેમને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સામાન્ય કરતાં અનેકગણું વધારે હોય છે.

ફિજિકલ એક્ટિવિટીની કમી

વ્યાયામ અર્થાત કસરતની કમી અને બેઠાડું જીવનશૈલી પણ પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ અનેકગણું વધારે છે. આથી એક્ટિવ લાઈફસ્ટાઈલ શરીરને કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

વય વધવી

50 વર્ષ પછી પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઝડપથી વધે છે. આથી આટલી ઉંમર પછી નિયમિત સ્ક્રીનિંગ કરાવવું જરૂરી થઈ પડે છે.

ખાણી-પીણીની ખોટી આદતો

ફેટી અને પ્રોસેસ્ડ ફૂડ્સનું વધારે પડતું સેવન શરીરમાં સોજા અને હોર્મોનલ ચેન્જીસ લાવે છે. જેના પરિણામે પ્રોસ્ટેટ કેન્સરની આશંકા વધી જાય છે.

દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી કેવા ફાયદા થાય છે