30 વર્ષ પછી આ કાર્તિકી પૂર્ણીએ ગજકેસરી યોગ બનશે, જાણો કોને લાભ મળશે


By Vanraj Dabhi15, Nov 2024 04:28 PMgujaratijagran.com

શું છે ગજકેસરી યોગ?

જ્યોતિષમાં ગજકેસરી યોગ ખૂબ જ શુભ અને ઉત્તમ કહેવાય છે.આ યોગ ત્યારે બને છે જ્યારે ગુરુ અને ચંદ્રની વિશેષ સ્થિતિ બને છે.

શું છે માન્યતા

એવું માનવામાં આવે છે કે, આ દિવસે મહાદેવે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને શ્રી હરિએ મત્સ્યનો અવતાર લીધો હતો.

ગુરુ નાનકનો જન્મ

આ દિવસે ગુરુ નાનક દેવનો જન્મ થયો હતો, તેથી તે જ દિવસે ગુરુ પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે કારતક પૂર્ણિમા 15 નવેમ્બર ઉજવવામાં આવશે.

દુર્લભ સંયોગ

30 વર્ષ પછી કારતક પૂર્ણિમાના દિવસે બનવા જઈ રહ્યો છે જે કેટલીક રાશિઓનું નસીબ ખોલશે.

મેષ

મેષ રાશિના લોકોને દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ મળી શકે છે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. આવક પણ વધી શકે છે.

સિંહ

સિંહ રાશિના જાતકો માટે નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે. શ્રી હરિની કૃપાથી સ્વાસ્થ્ય સારું રહી શકે છે. પ્રમોશનની શક્યતાઓ છે.

કન્યા રાશિ

કારતક માસની પૂર્ણિમા કન્યા રાશિના જાતકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી અપાર સંપત્તિ મળી શકે છે. તમને સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારમાં લાભ થઈ શકે છે.

તુલા

તુલા રાશિના જાતકો માટે અણધાર્યું ધન મળી શકે છે. વ્યાપાર ઉન્નતી થશે. કાર્યમાં સિદ્ધિઓ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો માનવામાં આવે છે.

કુંભ

કુંભ રાશિના જાતકોને પૈસા અને મિલકતથી લાભ થશે. વિવાહિત જીવન પણ સારું રહેશે. શ્રી હરિની કૃપાથી જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમા અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vastu Tips: ધનપ્રાપ્તિ માટે ઘરમાં આ જગ્યાએ લગાવો ઘોડાની નાળ, શનિના પ્રકોપમાંથી પણ મળશે મુક્તિ