Vastu Tips: ઘરમાં ઘોડાની નાળ ક્યાં લગાવવી જોઈએ?


By Sanket M Parekh15, Nov 2024 03:59 PMgujaratijagran.com

યોગ્ય જગ્યાએ લગાવો ઘોડાની નાળ

ઘરમાં ઘોડાની નાળ રાખવી ત્યારે જ ફાયદેમંદ નીવડે છે, જ્યારે તેને યોગ્ય સ્થાન પર લગાવવામાં આવે. તો ચાલો ઘોડાની નાળને ક્યાં લગાવવાથી ચમત્કારિક ફાયદા મળે છે.

મુખ્ય દ્વારા પર લગાવો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘોડાની નાળને ઘરના મુખ્ય દ્વારા પર લગાવવી જોઈએ. જો કે એક વાતનું ધ્યાન રાખો કે, નાળ કાળા ઘોડાની જ હોવી જોઈએ.

આર્થિક તંગી દૂર

ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી આર્થિક તંગી ઝડપથી દૂર થવા લાગે છે અને ઘરમાં બરકત આવે છે.

શનિના પ્રકોપથી છૂટકારો

જો કોઈ શનિના પ્રકોપનો સામનો કરી રહ્યું હોય, તો ઘરના દ્વાર પર ઘોડાની નાળ લટકાવવાથી શનિના પ્રકોપથી છૂટકારો મળે છે.

વેપારમાં પ્રગતિ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે, ઘરના મુખ્ય દ્વાર પર ઘોડાની નાળ લગાવવાથી વેપારમાં શુભ અસર થાય છે. ઘોડાની નાળ લગાવવાથી વેપારમાં પ્રગતિ થવાથી નફો પણ વધે છે.

ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવો

ધાર્મિક માન્યતા અનુસાર, ઘોડાની નાળ ઘરના મુખ્ય દ્વાર પર ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવવી શુભ અને ફળદાયી માનવામાં આવે છે.

ઉત્તરાખંડના આ મંદિરમાં દેવીને ખુશ કરવા માટે ચડાવાય છે બલિ