જિંદગીમાં દરેકની ઈચ્છા ખૂબ જ પૈસા કમાવવાની હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કેટલાક ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જો તમારે ધનની કમીનો સામનો ના કરવો હોય, તો દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અચૂક કરવી જોઈએ.
નકારાત્મક્તાના કારણે પણ વ્યક્તિના ઘરમાંથી દરિદ્રતા જતી નથી. એવામાં તમે ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક (સાથીયો)નું ચિહ્ન બનાવવું જોઈએ.
ઘરની નકારાત્મક એનર્જીને નષ્ટ કરવા માટે સવાર-સાંજ કપૂર પ્રગટાવો. જેનો ધૂમાડો ઘરના દરેક રૂમમાં ફેરવવાથી સકારાત્મક્તા વધે છે.
વાસ્તુ શાસ્ત્રમાં તિજોરી રાખવાની શુભ દિશા દર્શાવવામાં આવી છે. પૈસાની તિજોરીને હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં જ રાખવી જોઈએ.
દરરોજ શ્રી સુક્તનો પાઠ કરવાથી ધીમે-ધીમે ઘરમાંથી દરીદ્રતા દૂર થતી જશે. એક વાતનું ધ્યાન રાખજો, આ પાઠ કરવા દરમિયાન મનમાં સાચી શ્રદ્ધા રાખજો.
ધન લાભ માટે દાન પુણ્ય પર જરૂરી છે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, એવા લોકોને જ પૈસાની બરકત હોય છે, જેઓ નિયમિત દાન-પુણ્ય કરતા હોય છે.
કુબેરને ધનના દેવતા કહેવામાં આવે છે. પૈસા સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવા માટે ઘરમાં કુબેર યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરવી જોઈએ.