મા ભોના દેવી શક્તિ અને રક્ષાની દેવી માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર માતાને ગઢવાલથી સ્થાપિત કરવામાં આવ્યા છે.
લોકો માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. દરેકને માતાના દર્શન અલગ અલગ રુપમાં થાય છે. એવું માનવામાં આવે છે કે અહીં શ્રદ્ધાળુઓની દરેક માંગ પૂર્ણ થાય છે.
ભોના દેવી મંદિરમાં પશુ બલિની પરંપરા વર્ષો જૂની છે. જ્યાં માતાને ખુશ કરવા માટે બલિ ચડાવવામાં આવે છે.
ભક્તો અહીં મુખ્યરુપે નવરાત્રિના સમયે બલિ ચડાવે છે. આ સમયે મંદિરમાં ખાસ અનુષ્ઠાન કરવામાં આવે છે. જો કે ધીરે ધીરે આ પરંપરા બંધ થઈ રહી છે.
ભોના દેવી મંદિરને સ્થાનિક શક્તિપીઠનો દરજ્જો છે. જ્યાં ભક્તો તેમની સમસ્યાની સમાધાન માટે આવે છે