ભારતના આ 6 શહેરોમાં રાવણનું દહન થતુ નથી, જાણો કેમ?


By Nileshkumar Zinzuwadiya12, Oct 2024 03:48 PMgujaratijagran.com

માંડ્યા અને કોલાર

કર્ણાટકના માંડ્યા અને કોલારમાં રાવણનું દહન કરવામાં આવતું નથી, પણ તેની પૂજા કરવામાં આવે છે.લોકોનું માનવું છે કે રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હતા.

ગડચિરોલી

મહારાષ્ટ્રના ગડચિરોલીમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતુ નથી. અહીં ગોંડ પ્રજાતિના લોકો રહે છે, જેઓ પોતાના રાવણના વંશજ માને છે.

કાંગડા

હિમાચલ પ્રદેશના કાંગરામાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવતુ નથી. એવી માન્યતા છે કે અહીં રાવણે ભગવાન શિવની કઠીન તપસ્યા કરી પ્રસન કર્યાં હતા.

બિસરખ

એવી માન્યતા છે કે અહીં રાવણનો જન્મ થયો હતો. અહીં લોકો રાવણને પોતાના પૂર્વજ માને છે.

મંદસૌર

મધ્ય પ્રદેશના મંદસૌરમાં રાવણની પત્ની મંદોદરીનો જન્મ થયો હતો. માટે રાવણ મંદસૌરનો જમાઈ થાય છે.

જોધપુર

હિન્દુ માન્યતા પ્રમાણે જોધપુર જિલ્લાના મંડોરમાં રાવણનો વિવાહ થયો હતો. રાવણની જાનમાં શ્રીમાળી સમાજના ગોદા ગોત્રવાળા લોકો પણ અહીં આવેલા

Dussehra 2024: દશેરાની સાંજે ક્યો દીવો પ્રગટાવવો જોઈએ?