Dussehra 2024: દશેરાની સાંજે ક્યો દીવો પ્રગટાવવો જોઈએ?


By Sanket M Parekh12, Oct 2024 03:40 PMgujaratijagran.com

દીવો પ્રગટાવવો શુભ

દશેરાના દિવસે એક તરફ રાવણ દહન કરવામાં આવે છે, તો બીજી તરફ ઘરમાં દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે.

દશેરાની સાંજે દીવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દશેરાના દિવસે સાંજના સમયે ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ. જો કે એક વાતનું ધ્યાન રાખજો, યોગ્ય તેલનો ઉપયોગ કરશો તો જ લાભ થશે.

સરસવનું તેલ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દશેરા પર દીવો પ્રગટાવવા માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. સરસવનું તેલ આ દિવસ માટે શુભ માનવામાં આવે છે.

10 દીવા પ્રગટાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર-પૂર્વ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, ઉપર (ઉર્ધ્વ), નીચે (અધ:) એમ 10 દીવા પ્રગટાવવા જોઈએ.

છોડ-ઝાડની નજીક દીવો પ્રગટાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દશેરાના દિવસે 5 દીવા ઝાડ-છોડની આસપાસ પ્રગટાવવા જોઈએ. તુલસી, પીપળો, વડ અને કેળાની નજીક દીવો પ્રગટાવવાથી શુભ ફળ મળે છે.

સૂર્યાસ્ત પહેલા દીવો પ્રગટાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દશેરાના દિવસે દીવો સૂર્યાસ્ત બાદ જ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

સૂકાઈ ગયેલા તુલસીના છોડનું શું કરવું જોઈએ તેની આ વિધિ જાણો