સવારે નાસ્તામાં કાળા ચણા ખાવાની આ 5 રીત, સ્વાદ સાથે આ વસ્તુ મિશ્રિત કરો


By Nileshkumar Zinzuwadiya14, May 2025 04:40 PMgujaratijagran.com

કાળા ચણાનો સૂપ

નાસ્તામાં ખાવા માટે કાળા ચણાનો સૂપ પણ એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે, તેમાં શાકભાજીના સૂપમાં બાફેલા કાળા ચણાનું મિશ્રણ કરી શકાય છે. સામાન્ય પ્રમાણમાં મીઠુ, બાદિયાના પાઉડર સાથે સ્વાદ વધશે

બાફેલા ચણાનો ચાટ

રાત્રીના સમયે પલાડેલા કાળા ચણાને સવારે બાફી લેવા, તેમાં થોડા પ્રમાણમાં લીંબુનો રસ, મીઠુ તથા સામાન્ય સેકેલ જીરા પાઉડર નાંખો. આ નાસ્તો ફાઈબરથી ભરપૂર અને પેટને સાફ કરશે

સ્પ્રેઉટેડ કાળા ચણાનો સલાડ

કાળા ચણાને અંકુરિત કરી તેમાં બારીક સમારેલ ડુંગળી, ટામટા, કાંકડી, લીલા મરચા, અને લીંબુ મિશ્રિત કરો. ઉપર થોડા પ્રમાણમાં ચિયા સીડ્સ અથવા ફ્લેક્સ સીડ્સ નાંખો. આ નાસ્તો ડિટોક્સિગ અને એનર્જી બૂસ્ટ કરે છે

દહીં ચણા બાઉલ

બાફેલા કાળા ચણામાં ફ્રેશ દહીં, થોડા પ્રમાણમાં જીરા, મીઠુ અને પુદીના નાંખો. તે એક કુલિંગ અને પ્રોબાયોટિકથી ભરપૂર નાસ્તો છે, ખાસ કરીને ગરમીમાં

કાળા ચણા ઓટ્સ ટિક્કી

બાફેલા ચણાને મેશ કરી તેમાં થોડા પ્રમાણમાં ઓટ્સ પાઉડર, લીલા શાકભાજી અને મસાલા મિશ્રિત કરો. અને નોન ફ્રાય ટિક્કી બનાવો. તેને એર ફ્રાયર અથવા તવા પર સેકી લો. તે બાળકો અને મોટા માટે ટેસ્ટી અને હેલ્થી બ્રેકફાસ્ટ છે

તડકા કાળા ચણા

સવારના સમયમાં કાળા ચણાને બાફી લો. એક પેનમાં સામાન્ય તેલ નાંખો અને તેમાં જીરું નાંખીને ઉકાળો. તેને નાસ્તામાં ખાઈ શકાય છે અને દિવસભર એનર્જેટિક રહી શકાય છે

Saffron Water: કેસરનું પાણી આ લોકો માટે હોય છે 'ધીમું ઝેર'