Kidney Patient: કિડનીના દર્દીને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?


By Sanket M Parekh28, May 2025 04:27 PMgujaratijagran.com

પાણી પીવું જરૂરી

કિડની આપણી બૉડીમાંથી ટૉક્સિન્સ અને એક્સ્ટ્રા પાણીને બહાર નીકાળે છે, પરંતુ કિડની વ્યવસ્થિત કામ કરે તે માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે, કિડની પેશન્ટે એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ.

તકલીફ પ્રમાણે પાણી

દરેક દર્દીની કિડની સમસ્યા અલગ-અલગ હોય છે. કેટલાકને ટૉઈલેટ ઓછું આવે છે, તો કેટલાકને સોજાની સમસ્યા હોય છે. આવી સ્થિતિમાં તબીબની સલાહ અનુસાર જ પાણી પીવું જોઈએ.

પેશાબના પ્રમાણે

જો તમને નોર્મલ પેશાબ આવી રહ્યો હોય, તો 1 થી 1.5 લીટર પાણી પીવું તમારા માટે સારું રહેશે. જો તમને પેશાબ ઓછી આવતી હોય, તો તમારે પાણીનું પ્રમાણ કંટ્રોલ કરવું પડે છે.

વધારે પાણી હાનિકારક

જ્યારે કિડની યોગ્ય રીતે ફિલ્ટર નથી કરી શકતી, તો તેના કારણે જરૂર કરતાં વધારે પાણી શરીરમાં એકત્ર થઈ શકે છે. જેના પરિણામે સોજો, શ્વાસ ચડવો અને હાર્ટ ફેલ થવાનો ખતરો પણ રહે છે.

તબીબની સલાહ

પાણીનું યોગ્ય પ્રમાણ દર્દીના મેડિકલ રિપોર્ટ, વજન, બ્લડ પ્રેશર અને પેશાબના પ્રમાણ પર આધાર કરે છે. આથી આ મામલે તબીબની સલાહ ખૂબ જ જરૂરી છે.

સોજા અને વજન વધવું

જો શરીરમાં સોજા, ખાસ કરીને પગ અને ચહેરા પર આવે કે અચાનક વજન વધી જાય, તો તે પાણી જમા થવાનો સંકેત હોઈ શકે છે. એવામાં તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ.

ડાયાલિસિસ પર શું કરવું?

ડાયાલિસિસ વાળા દર્દીને સામાન્ય રીતે 700 ml સુધી પાણી આપવામાં આવે છે. જેથી આખો દિવસ શરીરનો ખોરાક અને દવા સાથે બેલેન્સ જળવાઈ રહે છે.

શું દરેક લિક્વિડ પાણીમાં કાઉન્ટ થાય?

માત્ર સાદુ જ પાણી નહી, પરંતુ દૂધ, જ્યુસ, ચા, સૂપ અને ફળ જેવા તરબૂચમાં પણ લિક્વિડનું પ્રમાણ ગણવામાં આવે છે. આ બાબતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

Mouth Cancer: તમાકુ જ નહીં, આ કારણોસર પણ થઈ શકે છે મોંઢાનું કેન્સર