જો તમે એમ વિચારતા હોવ કે, તમાકુ અને સિગારેટનું વ્યસન ના હોવાથી મને કેન્સર નહીં થાય, તો તે તમારો મોટો ભ્રમ છે. મોંઢાનું કેન્સર અન્ય અનેક કારણોસર પણ થઈ શકે છે. જેમાં કેટલીક તમારી સામાન્ય આદતો પણ સામેલ છે.
SCPM મેડિકલ કૉલેજ એન્ડ હૉસ્પિટલના કેન્સર રોગ નિષ્ણાંત ડૉ. સુદિપસિંહના જણાવ્યા પ્રમાણે, માઉથ કેન્સરની સમસ્યા કોઈ એક કારણોસર નથી થતી. મોંઢામાં કેન્સરની શરૂઆત ટ્યૂમરના કારણે થાય છે.
અલ્ટ્રાવાયૉલેટ કિરણોના કારણે માત્ર સ્કિન કેન્સર જ નહીં, પરંતુ હોઠ અને જડબાના હાડકામાં પણ કેન્સર થઈ શકે છે. તડકામાં લાંબા સમય રહેવાના પરિણામે કોશિકાઓમાં મ્યૂટેશનનું કારણ બની શકે છે.
આજકાલના ભેળસેળિયા મસાલા અને કુકિંગ ઑઈલ શરીરમાં ઝેરનું કામ કરે છે. જેના પરિણામે શરીરમાં કેન્સર પેદા કરતાં તત્વો બનવા માંડે છે. આ સાથે જ ફ્રાઈડ અને હાઈ ફેટ ફૂડ પણ કેન્સરનો ખતરો વધારે છે.
દાંતોની વ્યવસ્થિત સફાઈ ના કરવા અથવા લાંબા સમય સુધી ઈન્ફેક્શન રહેવાના કારણે મોંઢાની કેન્સર થઈ શકે છે. સડેલા કે તૂટેલા દાંતથી જડબાના હાડકાને પણ નુકસાન પહોંચી શકે છે.
મોંઢામાં વારંવાર ચાંદા પડવા કે કોઈ પ્રકારનું ઈન્ફેક્શન લાંબા સમય સુધી રહે, તો તેના કારણે કેન્સરની શરૂઆત થઈ શકે છે. આથી સમયાંતરે ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવવું જરૂરી છે.
હ્યૂમન પેપિલોમા વાઇરસ (HPV) યૌન સંપર્ક કે સંક્રમિત વ્યક્તિ દ્વારા ફેલાઈ શકે છે.જેના કેટલાક હાઈ રિસ્ક પ્રકાર મોંઢા અને ગળાના કેન્સરનું કારણ બની શકે છે.
આલ્કોહોલના વધારે પડતા સેવનના કારણે પણ મોંઢાના કેન્સરનો ખતરો છ ઘણો વધી જાય છે. આથી જે લોકો નિયમિત દારૂ પીતા હોય, તેમણે ચેતી જવાની જરૂર છે. તેમણે ધીમે-ધીમે દારૂ પીવાનું બંધ કરવું જોઈએ.