સામાન્ય માથામાં દુખાવો કે બ્રેઇન ટ્યૂમર- કેવી રીતે ફરક સમજશો?


By Sanket M Parekh27, May 2025 04:09 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

બ્રેઇન ટ્યૂમર એક ગંભીર બીમારી છે, જે મગજ કે તેની આસપાસના ભાગમાં થઈ શકે છે. માથાનો દુખાવો તેના સામાન્ય લક્ષણો પૈકી એક છે, પરંતુ શું તણાવ અને માથાના દુખાવાથી બ્રેઇન ટ્યૂમર થઈ શકે છે? ડૉ. આશિષ ગુપ્તા પાસેથી જાણીએ જવાબ...

ક્યા ભાગમાં થાય છે ટ્યૂમર?

બ્રેઇન ટ્યૂમર માત્ર મગજમાં જ નહીં, પરંતુ પિટ્યૂટરી ગ્લેન્ડ, પીનિયલ ગ્લેન્ડ, નર્વ્સ અને મગજની મેંબરેનમાં પણ થઈ શકે છે. જેના લક્ષણો જટીલ હોઈ શકે છે.

સામાન્ય લક્ષણ ક્યા છે?

માથામાં દુખાવો, નબળાઈ, બેહોશી, સાંભળવામાં સમસ્યા અને યાદશક્તિ નબળી પડવી, જે બ્રેઇન ટ્યૂમરના કેટલાક સામાન્ય લક્ષણો છે. જે ધીમે-ધીમે વધે છે.

શું માથાના દુખાવાથી ટ્યૂમર થાય?

માથાનો દુખાવો અને તણાવ ડાયરેક્ટ બ્રેઇન ટ્યૂમરના કારણે જ નથી થતો, પરંતુ ટ્યૂમરના કારણે માથાનો દુખાવો મુખ્ય લક્ષણ તરીકે ઉભરી શકે છે.

કેવી રીતે માથાનો દુખાવો થાય

બ્રેઇન ટ્યૂમરમાં માથાનો દુખાવો અસામાન્ય રીતે તીવ્ર અને સતત થાય છે. જે માઈગ્રેન કે સામાન્ય માથાના દુખાવાથી અલગ હોય છે અને સમય જતાં વધવા માંડે છે.

સવારના પહોરમાં માથાનો દુખાવો

બ્રેઇન ટ્યૂમરના દર્દીઓને સવારના સમયે માથાનો દુખાવો વધારે રહે છે. ઘણી વખત આ દુખાવાના કારણે રાતે ઊંઘ પણ ઉડી જતી હોય છે. જે સામાન્ય માથાના દુખાવાથી અલગ છે.

ખાંસી ખાવાથી દર્દ વધે

ટ્યૂમરના કારણે માથાનો દુખાવો તીવ્ર થઈ શકે છે. ખાસ કરીને ખાંસી ખાવાથી કે નીચે નમવાના કારણે આ દુખાવો અચાનક વધી જતો હોય છે. જેના પરિણામે રોજિંદા કામકાજ પર પણ અસર થાય છે.

માથાના દુખાવા સાથે વૉમિટ

બ્રેઇન ટ્યૂમરમાં ઘણી વખત માથાના દુખાવા સાથે ઉલટી પણ થાય છે. આ બન્ને લક્ષણો જોવા મળે, તો તમારે તેને સામાન્ય માથાનો દુખાવો સમજવાની ભૂલ ના કરવી જોઈએ.

Brain Vein Constriction: મગજની નસો સંકોચાવા પર જોવા મળે છે આ 6 સંકેત