Signature Vastu: સિગ્નેચર કર્યા બાદ નીચે લીટી ખેંચવી જોઈએ, શું કહે છે વાસ્તુ શાસ


By Sanket M Parekh12, Jan 2025 03:27 PMgujaratijagran.com

વ્યક્તિત્વના દર્શન

દરેક વ્યક્તિના જીવનમાં સિગ્નેચરનું વિશેષ સ્થાન હોય છે, જે વ્યક્તિના વ્યક્તિત્વ, ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્યને દર્શાવે છે. તો ચાલો જાણીએ, સિગ્નેચર કર્યા બાદ નીચે લીટી કરવી જોઈએ કે કેમ?

લીટી ખેંચવી સારી કે ખોટી

સિગ્નેચર કર્યા બાદ નીચે લીટી ખેંચવાની ઘણા લોકોને આદત હોય છે, પરંતુ લીટીનો આકાર અને દિશા જીવન પર પોઝિટિવ કે નેગેટિવ અસર કરી શકે છે.

લીટીની લંબાઈ

જો સિગ્નેચરની નીચે સીધી અને લાંબી લીટી ખેંચો છો, તો તે તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની મજબૂત ક્ષમતાને દર્શાવે છે.

લીટીમાં વળાંક

સિગ્નેચરની નીચે લીટીમાં ઘણાં વળાંક આવતા હોય છે, જે અશુભ માનવામાં આવે છે. જેનાથી વ્યક્તિનો વિકાસ રુંધાઈ જાય છે.

એકથી વધુ લીટી કરવી

ઘણાં લોકો સિગ્નેચરની નીચે એકથી વધુ લીટી ખેંચી નાંખે છે, જેને પણ અશુભ માનવામાં આવે છે. જે માનસિક ભ્રમ ઉભો કરે છે અને આવા વ્યક્તિ યોગ્ય નિર્ણય નથી લઈ શકતા તેમ મનાય છે.

સીધી લીટી દોરવી

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, સિગ્નેચર નીચે લીટીને હંમેશા સીધી જ ખેંચવી જોઈએ. જેનાથી વ્યક્તિને જીવનમાં સફળતા સાંપડે છે અને તેનો આત્મવિશ્વાસ પણ સતત વધતો રહે છે.

સિગ્નેચરમાં ફેરફાર

કેટલાક લોકો સિગ્નેચરમાં ફેરફાર કરતા હોય છે. જો કે સિગ્નેચર બદલવાની સાથે તેની નીચેની લીટીમાં બને ત્યાં સુધી કોઈ ફેરફાર ના કરવો જોઈએ. સિગ્નેચરની નીચે લીટી સીધી અને સ્પષ્ટ દેખાય તેવી હોવી જોઈએ.

સ્વર્ગીય માતા પિતાની તસવીર કઈ દિશામાં લગાવવી જોઈએ ?