કથાવાચક જયા કિશોરી દ્વારા કહેવામાં આવેલી પ્રેરણાત્મક વાતોને અનુસરનાર વર્ગ મોટો છે. તેમના દ્વારા કહેવામાં આવેલી વાતો ઘણા લોકોના જીવનને બદલી રહી છે. તેઓએ સફળતાના મંત્રોને શેર કર્યા છે. જેમા તેઓએ કહ્યું હતું કે વ્યક્તિએ સવારે ક્યારે ઉઠવું જોઈએ અને શું કરવું જોઈએ.
જયા કિશોરીના મતે સવારે 4થી 5 વાગ્યા સુધીમાં ઉઠી જવું જોઈએ. વહેલા ઉઠવાથી દિવસની શરૂઆત સકારાત્મક રીતે થાય છે. આ આદત તમારા મન અને શરીરને ઉર્જાવાન રાખે છે.
જયા કિશોરી કહે છે કે સવારનો સમય શાંત અને ધ્યાન માટે શ્રેષ્ઠ હોય છે. આ સમયે ધ્યાન કે પ્રાર્થના કરવાથી મન સ્થિર થાય છે.
તેમના મતે સવારે થોડો સમય કાઢીને દિવસનું આયોજન કરો. આ તમને તમારા લક્ષ્યો તરફ કેન્દ્રિત રાખશે. આ તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ વધારશે.
સવારે હળવો વ્યાયામ, યોગ કે ચાલવું તમારા શરીરને સ્વસ્થ અને મનને તાજું રાખે છે. સમય એ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. વહેલા ઉઠીને તમે તમારા સમયનો સદુપયોગ કરી શકો છો.
રાજસ્થાનના સુજાનગઢમાં જયા કિશોરીનો જન્મ થયો છે. તેમની ઉંમર 29 વર્ષ છે. તેઓ કથાવાચક છે. તેઓનો ચાહકવર્ગ ખુબ મોટો છે.