તુલસીની માળા પહેરાતા પહેલા જાણી લો આ નિયમો?


By Bhavesh Chaudhary04, Aug 2024 06:38 PMgujaratijagran.com

તુલસીના છોડનું મહત્વ

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું અનેરૂં મહત્વ છે. આ છોડને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

તુલસીની માળા

તુલસીની માળા પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને પહેરવાથી પરેશાનીઓમાંથી છુટકારો મળે છે.

નિયમોનું પાલન કરો

ઘણા લોકો આ માળા પહેરે છે, પરંતુ તેને પહેરતા પહેલા કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે.

સાત્વિક ભોજન

તુલસીની માળા પહેરનાર વ્યક્તિએ શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું જોઈએ.

ગંગાના પાણીથી શુદ્ધ કરો

તુલસીની માળા પહેરતા પહેલા ગંગાજળથી શુદ્ધ કરીને જ પહેરવી જોઈએ.

રુદ્રાક્ષની સાથે ધારણ ન કરો

તુલસીની માળા સાથે રુદ્રાક્ષ ક્યારેય ન પહેરવો જોઈએ નહીં કારણ કે, આવું કરવાથી અશુભ પરિણામ મળે છે અને વ્યક્તિને પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

હાથમાં માળા પહેરો

તુલસીની માળા હાથમાં પહેરી શકો છો. પરંતુ ધ્યાન રાખવું કે, રોજબરોજના કામ દરમિયાન માળાને કાઢી સ્નાન કર્યા બાદ તેને શુદ્ધ કરીને પહેરીવી જોઈએ.

મંત્રોનો જાપ કરો

તુલસીની મળા પહેરનાર વ્યક્તિએ દરરોજ ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ. જેનાથી વ્યક્તિને કામમાં સફળતા પ્રાપ્ત થાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શ્રાવણના વ્રતમાં સાબુદાણા ખાવા જોઈએ કે નહીં, આવો જાણીએ