કૈચી ધામ આશ્રમના નીમ કરોલી બાબા પ્રત્યે માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશના લોકો પણ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. નીમ કરોલી બાબાને ભગવાન હનુમાનજીનો અવતાર પણ માનવામાં આવે છે.
નીમ કરોલી બાબાએ કેટલીક એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે, જેને હંમેશા છુપાવીને જ રાખવામાં શાણપણ છે. આવી વાતો તો જો તમે કોઈને કહી દેશો, તો તમારું દુઃખી થવું નિશ્ચિત છે. જેને સુખી જીવનનો મૂળ મંત્ર પણ કહેવામાં આવે છે.
નીમ કરોલી બાબાનું કહેવું છે કે, ભૂતકાળમાં તમારા જીવનમાં ઘટેલી કોઈ ઘટના વિશે ભૂલથી પણ કોઈ બીજા આગળ વાત ના કરવી જોઈએ. આમ કરવાથી લોકો તેવી વાતના આધારે તમારા પર આંગળી ઉઠાવી શકે છે.
બાબા કરોલીના જણાવ્યા મુજબ, ક્યારેય કોઈ બીજાને પોતાની તાકાત અને નબળાઈ વિશે ના જણાવવું જોઈએ. આમ કરવાથી તમારા વિરોધી તમારા પર હાવી થઈ જશે. જેના પરિણામે તમારી હાર નિશ્ચિત થઈ જાય છે.
તમે કોઈને ક્યાં, ક્યારે અને કેટલું દાન કર્યું, તેના વિશે પણ કોઈ બીજાને ક્યારેય ના જણાવવું જોઈએ. દાન આપ્યા બાદ ઢંઢેરો પીટીને પોતાના જ ગુણગાન ગાવાથી તેનું પુણ્ય ફળ સમાપ્ત થઈ જાય છે.
કોઈ વ્યક્તિ પર તમે ગમે તેટલો વિશ્વાસ કેમ ના કરતા હોવ, પરંતુ ક્યારેય તેને તમારી આવક ના જણાવવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિની ખરાબ નજર તમારી આર્થિક સ્થિતિ પર પડે છે. જેના પરિણામે અણધાર્યા ખર્ચા આવી પડતા તમારે આર્થિક કસોટીનો સામનો કરવો પડી શકે છે.