આ બાળકોમાં વધુ સારી નેતૃત્વ ક્ષમતા હોય છે. આ સિવાય તેમના નિર્ણયો પણ વધુ સારા અને સચોટ સાબિત થાય છે.
જાન્યુઆરી મહિનામાં જન્મેલા બાળકો આત્મનિર્ભર હોય છે. મહેનતના આધારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે.
આવા બાળકો જીવનમાં શિસ્તનું પાલન કરે છે. જેના કારણે તેમને જીવનમાં સરળતાથી સફળતા મળે છે.
તેઓ જીવનમાં ઉતાવળમાં કોઈ નિર્ણય લેતા નથી. હંમેશા સમજી વિચારીને અને તાર્કિક શક્તિનો ઉપયોગ કરીને નિર્ણયો લે છે.
જાન્યુઆરી મહિનામાં જન્મેલા બાળકો સર્જનાત્મક હોય છે. તેઓ સંગીત, પેઇન્ટિંગ અને લેખન જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવે છે.
આ બાળકોને તેમના મિત્રો માટે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. તેમના મિત્રોને દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે.
જાન્યુઆરીમાં જન્મેલા બાળકો પરિવાર પ્રત્યે સંવેદનશીલ હોય છે. આ બાળકો પહેલા કુટુંબ અને સંબંધોને પ્રાથમિકતા આપે છે.