Hanuman Locket: ગળામાં હનુમાનજીનું લૉકેટ પહેરતા સમયે આ નિયમોનું પાલન કરો


By Sanket M Parekh13, Dec 2024 04:16 PMgujaratijagran.com

નિયમો

હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળયુગના દેવતા કહેવામાં આવે છે. હનુમાનજીનું લૉકેટ પહેરવાથી ધાર્મિક અને આધ્યાત્મિક ફાયદા મળે છે. જો કે હનુમાનજીનું લૉકેટ પહેરતા સમયે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. તો ચાલો ક્યા નિયમો છે...

હનુમાનજીનું લૉકેટ ક્યારે પહેરવું?

હનુમાનજીનું લૉકેટ પહેરવા માટે શુભ દિવસ મંગળવાર અથવા શનિવાર માનવામાં આવે છે. આ દિવસે પૂજા પાઠ કર્યા બાદ હનુમાનજીનું લૉકેટ ધારણ કરવું જોઈએ.

સ્નાન બાદ લૉકેટ ધારણ કરવું?

હનુમાનજીનું લૉકેટ પહેરતા પહેલા સ્નાન કરવું જોઈએ. લૉકેટ પહેર્યા પહેલા તેને કોઈ પવિત્ર સ્થળ પર રાખો અને તેને ગંગાજળથી શુદ્ધ કરો.

બ્રહ્મચર્યનું પાલન કરો

હનુમાનજીનું લૉકેટ પહેરનાર લોકોએ બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું જોઈએ. આ માટે પવિત્ર જીવનશૈલી અપનાવવી જોઈએ અને નિતિ વિરુદ્ધના કાર્યોથી બચવું જોઈએ.

સાચા મનથી ધારણ કરો

હનુમાનજીનું લૉકેટ પહેરતા સમયે મનને સાફ રાખવું જોઈએ અને વિચારોને પવિત્ર રાખવા જોઈએ. લૉકેટ ધારણ કરતા સમયે ખરાબ વિચારોથી બચવું જોઈએ.

સાફ-સફાઈનું ધ્યાન રાખો

હનુમાનજીનું લૉકેટ પહેર્યા બાદ તેની સાફ-સફાઈ કરવાનું ના ભૂલવું જોઈએ. આ સાથે જ લૉકેટને એંઠા હાથે ના અડવું જોઈએ.

શ્રદ્ધા જાળવી રાખો

હનુમાનજીનું લૉકેટ પહેરવાનો સૌથી મોટો નિયમ શ્રદ્ધા જાળવી રાખવાનો છે. લૉકેટ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પહેરવું જોઈએ. જે તમને નકારાત્મક એનર્જીથી બચાવશે.

Premanand Maharaj એ સમજાવ્યું હારને જીતમાં કેવી રીતે બદલવી?