Salivary Gland Cancer: લાળ ગ્રંથિમાં કેન્સરની શરૂઆત કેવી રીતે થાય છે?


By Sanket M Parekh25, May 2025 04:05 PMgujaratijagran.com

દુર્લભ બીમારી

લાળ ગ્રંથિમાં કેન્સર એક દુર્લભ પરંતુ ગંભીર બીમારી છે. જે મોટાભાગે મોંઢાની અંદર ગાંઠ કે સોજા રૂપે શરૂ થાય છે અને પછી ધીમે-ધીમે આગળ વધે છે.

લાળ ગ્રંથિનું કેન્સર

જો તમને મોંઢા કે ગળામાં વારંવાર દુખાવો, સોજો કે વિચિત્ર ગાંઠ જેવું લાગતું હોય, તો તે લાળ ગ્રંથિના કેન્સરનો સંકેત હોઈ શકે છે.

લાળ ગ્રંથિના કેન્સરમાં થતી સમસ્યા

લાળ ગ્રંથિના કેન્સરમાં હંમેશા દર્દીને મોંઢામાંથી બ્લીડિંગ, ખોરાક ખાવામાં તકલીફ, બોલવામાં તકલીફ તેમજ અચાનક વજન ઉતરવા જેવી સમસ્યા થઈ શકે છે.

તબીબનો સંપર્ક સાધો

આ કેન્સર ધીમે-ધીમે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. જે બાદ સારવાર અઘરી થઈ પડે છે. આથી સામાન્ય લક્ષણો દેખાવાની સાથે જ તબીબનો સંપર્ક સાધવો જરૂરી છે.

લાળ ગ્રંથિના કેન્સરથી કેવી રીતે બચવું

લાળ ગ્રંથિના કેન્સરથી બચવા માટે સ્મોકિંગ, દારૂની લત અને તમાકું જેવા વ્યસનથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

હેલ્ધી લાઈફસ્ટાઈલ

દરરોજ હેલ્ધી ડાયટ લેવી, પુષ્કળ પાણી પીવું તેમજ ઓરલ હાઈજીનનું ધ્યાન રાખવું, જેવા ઉપાયો અજમાવવાથી આ પ્રકારના કેન્સરથી બચવામાં મદદ મળી શકે છે.

અસામાન્ય ફેરફાર

મોંઢાની આસપાસ કોઈ અસામાન્ય ફેરફાર દેખાય કે કોઈ ગાંઠ ઉપસી હોય તેવું લાગે, તો તાત્કાલિક તબીબ પાસે તપાસ કરાવવી જોઈએ. જેનાથી ખતરો ટળી શકે છે.

મેડિકલ ચેકઅપ કરાવવું

દર 6 મહિને અથવા વર્ષમાં એકવાર ડેન્ટલ કે મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ. જે તમારા સ્વાસ્થ્યની સુરક્ષામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ સમયાંતરે તબીબોની સલાહ લેવી જરૂરી છે.

Stopping Sneeze: ભૂલથી પણ ના કરશો છીંક રોકવાની કોશિશ, જઈ શકે છે જીવ