જે રાશિના જાતકો પર શનિની ખરાબ દ્રષ્ટિ રહે છે, તેમને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ, કંઈ રાશિના જાતકોને શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે
આગામી 13 જુલાઈ, 2025ના રોજ શની વક્રી ચાલ ચાલશે. જ્યાં તે 28 નવેમ્બર, 2025 સુધી વક્રી અવસ્થામાં રહેશે. આમ શનિની ઉલટી ચાલ 138 દિવસ સુધી રહેશે.
શનિની ઉલટી ચાલથી અનેક રાશિના જાતકોને શનિના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે. આ જાતકોને જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવી શકે છે. આ સાથે જ તેમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
શનિની ઉલટી ચાલ મેષ રાશિના જાતકો માટે કષ્ટદાયક નીવડી શકે છે. ખાસ કરીને ધંધાદારી વર્ગ અને વેપારી વર્ગને મોટું નુકસાન અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
શનિની ઉલટી ચાલ મિથુન રાશિના જાતકો માટે પણ નુકસાનદાયક નીવડી શકે છે. આ રાશિના જાતકોને કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં કોઈના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થવાની સંભાવના રહેશે.
શનિના વક્રી થવાથી સિંહ રાશિના જાતકોને પણ આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. આ ઉપરાંત નોકરિયાત વર્ગને પણ ઉપરી વર્ગ કે બૉસનો ઠપકો સાંભળવો પડી શકે છે.
શનિની ઉલટી ચાલથી ઉપરોક્ત 3 રાશિના જાતકોને 138 દિવસ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ તેમના બનતા કામો બગડી શકે છે.
શનિના વક્રી થવાથી મેષ, મિથુન અને સિંહ રાશિના જાતકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ આ જાતકોને જીવનમાં આકસ્મિક ખર્ચાના યોગ બની રહ્યાં છે.