Shani Asta 2025: 'ન્યાયના દેવતા' શનિ થશે છે અસ્ત, આ રાશિના જાતકોને કરશે માલામાલ


By Sanket M Parekh27, Feb 2025 04:15 PMgujaratijagran.com

રાશિ પરિવર્તન

શનિ ગ્રહ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે, જેની અસર તમાર રાશિના જાતકો તેમજ દેશ-દુનિયા પર જોવા મળે છે. ટૂંક સમયમાં ન્યાયના દેવતા શનિ અસ્ત થવા જઈ રહ્યા છે, જે કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થઈ શકે છે, તો ચાલો જાણીએ આ લકી રાશિના જાતકો વિશે...

કુંભ રાશિમાં અસ્ત

આવતીકાલે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ શનિ દેવતા પોતાની કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે અને 29 માર્ચે કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે.

મેષ

આ રાશિના જાતકો માટે શનિનું અસ્ત થવું ફળદાયી નીવડશે. આ રાશિના જાતકોને જીવનમાં અણધાર્યા લાભ પ્રાપ્ત થશે. વર્ષો જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળશે. ભાઈ-ભાંડુનો સહકાર મળશે.

સિંહ

શનિના અસ્ત થવાથી સિંહ રાશિના જાતકો શત્રુઓ પર હાવિ રહેશે. કોર્ટ-કચેરીને લગતા કામકાજમાંથી મુક્તિ મળી શકે છે. વેપારી વર્ગને અણધાર્યો લાભ મળશે. ધંધામાં સાહસિક કાર્યોમાં સફળતા મેળવી શકશો.

તુલા

આ રાશિના જાતકોને સંતાન સબંધિત સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થઈ શકે છે. વડીલો તરફથી ધંધાકીય માર્ગદર્શન મદદરૂપ થશે. સુખ-સગવડ માટે નવા સાધનો વસાવવાના યોગ બને.

કુંભ

શનિનો કુંભ રાશિમાં અસ્ત થવાથી આ રાશિના જાતકો હારેલી બાજીને જીતમાં ફેરવી નાંખશો. વ્યવસાયિક મુસાફરી પ્રગતિકારક બનશે. મહત્વના કાર્યો માટે સાનુકુળ તકો મળતી જણાય. સાહસિક કાર્યો દ્વારા ભાગ્યોદયની વૃદ્ધિ થાય.નોકરિયાતોને પ્રમોશનનો ચાન્સ મળે.

Mahashivratri 2025: મહાદેવનુ વાહન નંદી કેમ?