ઘણાં લોકો મંગળ દોષથી પરેશાન રહે છે. તો ચાલો જાણીએ, જીવનમાં મંગળ દોષ હોય તો ક્યા-ક્યા લક્ષણો જોવા મળે છે અને તેને નિવારવા માટે ક્યા ઉપાય અજમાવી શકાય છે.
જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય, તો તમારે જીવનમાં એક પછી એક અણધારી સમસ્યા આવતી જ રહે છે. તમારા દરેક કામમાં અડચણો આવતી રહે છે.
મંગળ દોષ થવા પર અનેક લક્ષણો જોવા મળી શકે છે. જો આ સંકેતોને નજરઅંદાજ કરવામાં આવે, તો આગળ જતાં સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
જે લોકોની કુંડળીમાં મંગળ દોષ રહેતો હોય, તો તેમને લગ્નમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. જો જાતક પરિણીત હોય, તો તેના દામ્પત્ય જીવનમાં કાયમ ખટરાગ જોવા મળે છે.
કુંડળીમાં મંગળ દોષ હોય, તો વ્યક્તિને પ્રામાણિક્તાથી મહેનત કરવા છતાં કામકાજમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જો સફળતા મળે, તો પણ તેનો જશ બીજા વ્યક્તિને મળે છે. આટલું જ નહીં, જાતકના બનેલા કામ પણ એકાએક બગડવા લાગે છે.
જો તમને માથામાં દુખાવો અને વારંવાર શારીરિક ઈજાઓ થતી હોય, તો તે પણ મંગળ દોષનું એક લક્ષણ હોઈ શકે છે. એવામાં તમારે મંગળ દોષ નિવારણ માટેના કેટલાક ઉપાય અજમાવવા જોઈએ.
કુંડળીમાં મંગળ દોષ હોવા પર હનુમાનજીની પૂજા કરવી જોઈએ. જેનાથી મંગળ દોષની અસર ઓછી થવા લાગે છે અને જાતકના જીવનમાં આવનારા સંકટ પણ દૂર થાય છે.
મંગળ દોષની અસર દૂર કરવા માટે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાલ મરચું, ગોળ અને મસુરની દાળ વગેરેનું દાન કરવું જોઈએ.