જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ અને શનિને નકારાત્મક ગ્રહ માનવામાં આવે છે અને તેની યુતિને અશુભ મનાય છે. તો ચાલો જાણીએ શનિ-રાહુના નજીક આવવાથી કંઈ 3 રાશિના જાતકોની જિંદગીમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે...
30 વર્ષ બાદ રાહુ અને શનિની યુતિ મીન રાશિમાં બનવાથી પિશાચ યોગ બની રહ્યો છે. જેની શુભ-અશુભ અસર તમામ 12 રાશિના જાતકો પણ જોવા મળશે. ખાસ કરીને કરિયર, ધન, સ્વાસ્થ્ય અને સબંધોમાં ખટરાગ જેવી સમસ્યા થઈ શકે છે.
રાહુ અને શનિ નજીક આવવાથી મેષ રાશિના જાતકોને કરિયરમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અંગત જીવનમાં મનદુખના પ્રસંગો બનશે.શરીરમાં બેચેની અને થાકનો અનુભવ થશે.
કન્યા રાશિના જાતકોમાં સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થઈ શકે છે. આ સાથે જ ભાઈ-ભાંડુ સાથે મતભેદ વધી શકે છે. ધંધા-વ્યવસાયિક કાર્યોમાં અર્થ વગરની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાત વર્ગને કામકાજનો બોજો વધતો જણાય.
પિશાચ યોગ મીન રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં અણબનાવ સર્જી શકે છે. આકસ્મિક ખર્ચના યોગ બને. જેના પરિણામે તમારી આર્થિક સ્થિતિ કથળી શકે છે. પારકી ઉપાધીમાં ફસાઈ ના જવાય તેની કાળજી રાખવી. સાહસિક કાર્યોથી દૂર રહેવું.