Vastu Dosh: વાસ્તુની આ ભૂલોથી તમે વારંવાર બીમાર પડી શકો છો, આજે જ કરો આ ઉપાય


By Sanket M Parekh22, Sep 2024 04:02 PMgujaratijagran.com

આ દિશામાં ના રાખશો બેડ

ક્યારેય પણ દક્ષિણ દિશામાં બેડ ના હોવો જોઈએ. આ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પગ રાખીને સૂવાથી બીમાર પડી શકો છો.

બારી અને દરવાજા બંધ ના રાખશો

ક્યારેય ઘરના બારી-દરવાજા સવાર-સાંજના સમયે બંધ ના રાખવા જોઈએ. જો આ સમયે બારી-દરવાજા બંધ રાખો છો, તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

ઘરમાં ફૂલ-છોડ ના હોવા

મોટાભાગે લોકોના ઘરમાં ઓછી જગ્યા હોય છે. જેના કારણે તેઓ ફૂલ-છોડ ઉગાડી શકતા નથી. જો કે ઘરમાં હરિયાળી હોય તો સ્વાસ્થ્ય પર સારી અસર થાય છે.

પ્રાકૃતિક રોશની

આજકાલ લોકોના ઘરમાં પ્રાકૃતિક પ્રકાશ ઘટી રહ્યો છે. જેના કારણે તેઓ દિવસભર ઘરમાં લાઈટ ચાલુ રાખતા હોય છે. જેની અસર પણ તમારા સ્વાસ્થ્ય પર પડે છે.

ખરાબ પથારી

વાસ્તુ અનુસાર, જો તમારી પથારી કાયમ ગંદી રહેતી હોય, તો પણ તમે જલ્દી બીમાર પડી શકો છે. જેનાથી ઘરમાં નાકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

બેડરૂમમાં અરીસો

ક્યારેય પણ બેડરૂમમાં અરીસો ના હોવો જોઈએ. જેની સીધી અસર મગજ પર પડે છે. જેના કારણે તમારે અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.

શ્રાદ્ધ દરમિયાન એક લોટો પાણીમાં આ વસ્તુ નાખી સૂર્યને અર્પણ કરવાથી પિતૃ ખુશ થશે