પર્સમાં કંઈ વસ્તુઓ ન રાખવી જોઈએ ?


By Kajal Chauhan15, Feb 2025 04:36 PMgujaratijagran.com

આ વસ્તુ પર્સમાં ન રાખવી

જો તમે ઇચ્છો છો કે તમારી સંપત્તિમાં ઘટાડો ન થાય તો તમારે ભૂલથી પણ આ પાંચ વસ્તુઓ તમારા પર્સમાં ન રાખવી જોઈએ.

ફાટેલી નોટ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફાટેલી ચલણી નોટો પર્સમાં ન રાખવી જોઈએ. ફાટેલી નોટો રાખવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.

ઘર કે ગાડીની ચાવી

વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ ઘર કે ગાડીની ચાવી પર્સમાં ન રાખવી જોઈએ. ચાવી રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે.

મૃત વ્યક્તિનો ફોટો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મૃત વ્યક્તિનો ફોટો પર્સમાં ન રાખવો જોઈએ. મૃત વ્યક્તિનો ફોટો પર્સમાં રાખવાથી સંપત્તિમાં ઘટાડો થાય છે.

દેવી-દેવતાઓના ચિત્રો

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી-દેવતાઓના ચિત્રો રાખવા શુભ માનવામાં આવે છે, પરંતુ પર્સમાં ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ.

ઉધાર લીધેલા પૈસા

વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ પાસેથી ઉધાર લીધેલા પૈસા પર્સમાં ન રાખવા જોઈએ. ઉછીના પૈસા પર્સમાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે.

Surya Shani Yuti: કુંભમાં સૂર્ય અને શનિની યુતિ 4 રાશિની વધારશે મુશ્કેલી