Shani Dosh In Kundali: કુંડળીમાં શનિ દોષથી મુક્તિ મેળવવા શું કરવું?


By Sanket M Parekh13, May 2025 04:05 PMgujaratijagran.com

શનિ દોષ દૂર થાય

જો તમને પ્રામાણિકપણે કામ કરવા છતાં સતત નિષ્ફળતા મળે, તમારા બનેલા કામ બગડવા લાગે, તો શનિ દોષની અસર હોઈ શકે છે. એવામાં તમે કેટલાક ઉપાયો અજમાવીને શનિ દોષને દૂર કરી શકો છો.

શનિ દેવની પૂજા કરો

જો તમે તમારી કુંડળીમાં શનિ દોષની અસરને ઓછી કરવા માંગતા હોવ, તો શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને શનિ દેવની પૂજા કરી શકો છો.

બજરંગબલીની પૂજા કરો

પ્રભુ બજરંગબલીને પણ ભગવાન શનિ દેવના ભક્ત માનવામાં આવે છે. એવામાં શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે મંગળવાર કે શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

પીપળાની પૂજા કરો

એવું માનવામાં આવે છે કે, શનિ દેવને પીપળાનું ઝાડ ખૂબ જ પ્રિય છે. એવામાં શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.

શનિ મંત્રનો જાપ કરો

કુંડળીમાં શનિ દોષ દૂર કરવા માટે 'ॐ प्रां प्रीं प्रौं सः शनये नमः' મંત્રનો જાપ કરવાથી પણ સારો એવો લાભ મળી શકે છે.

દાન કરો

જો તમે શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ, તો શનિવારે ગરીબ કે જરૂરિયાતમંદોની મદદ કરી શકો છો. તેમને અડદની દાળ, તેલ, તલ અને ગોળનું દાન કરવું શુભ સાબિત થઈ શકે છે.

શ્વાન રોટલી ખવડાવો

શનિદેવનો પ્રિય રંગ કાળો છે. એવામાં જો તમે શનિવારના દિવસે કાળા રંગના શ્વાનને રોટલી ખવડાવો કે તેની સેવા કરો, તો શનિ દોષમાંથી મુક્તિ મળી શકે છે.

Navagraha Dosha: માત્ર મોરના પીંછાથી નવ ગ્રહ કેવી રીતે શાંત કરશો?