કાનખજૂરો એક પ્રકારનો કીડો છે, જે ચોમાસામાં વરસાદ વખતે મોટાભાગના ઘરોમાં નીકળતો હોય છે. જો કે ઘણાં ઘરોમાં કાનખજૂરો ગમે તે ઋતુમાં દેખાઈ જતો હોય છે.
આજે અમે આપને જણાવીશું કે, હિન્દુ ધર્મ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણ, જો ઘરમાં કાનખજૂરો દેખાય, તો તેનો શું અર્થ થાય? તો ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ...
જો તમારા પૂજા ઘર અથવા મંદિર વાળા રૂમમાં કાનખજૂરો ચાલતો દેખાય, તે સૌભાગ્યનો સંકેત છે. હવે તમારા ખરાબ દિવસો 'અચ્છે દિન'માં ફેરવાતા વાર નહીં લાગે...
જો કાનખજૂરો તમને ઘરના મુખ્ય પ્રવેશદ્વારના ઉમરા, વૉશ એરિયા અથવા પગથિયામાં પેટ ઘસડીને ચાલતો દેખાય, તો સમજો તમારી કુંડળીમાં રાહુ નબળો પડી રહ્યો છે.
જો તમારા ઘરમાં કાનખજૂરો પેટથી સરકીને જતો દેખાય અને આંખના પલકારામાં ગાયબ થઈ જાય, તો સમજી જાવ તમારું કોઈ અટકેલું કામ ચોક્કસ પુરું થવાનું છે.
જો તમને ઘરના હોલમાં બેસવાની જગ્યા પર કાનખજૂરો ચાલતો જોવા મળે, તો સમજી જાવ તમારા ઘરમાં વાસ્તુ દોષ છે. એવામાં તાત્કાલિક કાનખજૂરાને સાવરણીથી પકડીને ઘરની બહાર ફેંકી દેવો જોઈએ.
જો કાનખજૂરો ઘરના કિચનમાં દેખાય, તો ત્યાંનું વાસ્તું ખરાબ છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે.