Lord Ganesha Idol: સપનામાં ભગવાન ગણેશની મૂર્તિ દેખાવાનો શું અર્થ?


By Sanket M Parekh13, Dec 2024 04:22 PMgujaratijagran.com

શુભ સંકેત

જો સપનામાં ભગવાન ગણેશની મૂર્તિ દેખાય, તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સાથે જ ભવિષ્યમાં શુભ સમાચાર મળવાના સંકેત છે.

સમસ્યાઓથી છૂટકારો

ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવાય છે. જેથી આ સપનું કોઈ સમસ્યાના અંત આવવાનો સંકેત દર્શાવે છે.

સફળતાનું પ્રતિક

ગણેશ ભગવાની મૂર્તિ દેખાવાનો અર્થ છે કે, આપને જીવનમાં જલ્દી જ સફળતા મળવાની છે. આ સપનું સુખ અને સમૃદ્ધિનો પણ સંકેત છે.

આશીર્વાદનું પ્રતિક

સપનામાં ગણેશ ભગવાનની મૂર્તિ દેખાવી દર્શાવે છે કે, ગણપતિના આશીર્વાદ તમારી સાથે જ છે. આથી આપ જે કામ કરી રહ્યા હોવ, તેને યોગ્ય રીતે કરતાં રહો.

જીવનમાં નવી શરૂઆત

સ્વપ્ન શાસ્ત્ર મુજબ, ભગવાન ગણેશની મૂર્તિ દેખાવી એ વાતના સંકેત છે કે, નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં કંઈક નવી શરૂઆત થઈ શકે છે.

પરિવારમાં સુખ-શાંતિ

જો તમારા ઘરમાં સતત લડાઈ-ઝઘડા થતા હોય, તો ગણપતિની મૂર્તિનું સપનું દર્શાવે છે કે, ટૂંક સમયમાં તમારા ઘરમાં સુખ-શાંતિનો વાસ થવાનો છે.

વેપારમાં વૃદ્ધિ

સપનામાં ગણપતિની મૂર્તિ દેખાવી દર્શાવે છે કે, નજીકના ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થવા જઈ રહ્યો છે. વેપાર-ધંધામાં પણ આકસ્મિક લાભ મળી શકે છે.

Hanuman Locket: બજરંગબલીની કૃપાની જગ્યાએ ક્રોધનો ભોગ બનશો, ગળામાં હનુમાનજીનું લૉકેટ પહેરતા પહેલા જાણી લો નિયમ