અર્થી સામેથી પસાર થાય છે ત્યારે શું થાય છે તે અંગે ઘણી માન્યતાઓ છે, જે વિવિધ સંસ્કૃતિઓ અને ધર્મોમાં પ્રચલિત છે.
અર્થીની સામેથી પસાર થવું એ જીવન માટે શુભ સંકેત છે અને કેટલીક રીતે તે અશુભ પણ માનવામાં આવે છે.
વડીલો કહે છે કે, અર્થીની સામેથી પસાર થવું અશુભ છે. એવી માન્યતા છે કે અર્થીની સામેથી પસાર થવું એ મોક્ષનો માર્ગમાં ભંગ કરવા જેવું છે.
રસ્તા પર રોકાયા વિના સીધા અર્થીની સામેથી નીકળી થવાથી મૃત્યુ પામેલા આત્માને દુખ લાગે છે. જેથી તે તમારા પર ખરાબ અસર પણ કરી શકે છે.
વ્યક્તિએ ક્યારેય અર્થીની સામેથી પસાર ન થવું જોઈએ, વ્યક્તિએ થોડો સમય રોકાઈને મૌન રાખીને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ.
જો તમે સીધા અર્થીની સામેથી પસાર થશો, તો તમે જે કામ માટે જતા હશો તે અધૂરું રહી શકે છે અને કામમાં મુશ્કેલી આવી શકે છે.
અર્થીની સામેથી પસાર થનારા લોકો ખરાબ શુકન મેળવે છે. કોઈ કામમાં નુકસાન, ધનહાનિ, સ્વાસ્થ્ય બગડવું અને ખરાબ સમાચાર મળવા વગેરેના સંકેત મળી શકે છે.
ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓ સંબંધીત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.