કઈ દિશામાં સૂવું શુભ માનવામાં આવે છે ?


By Kajal Chauhan09, Dec 2024 04:58 PMgujaratijagran.com

યોગ્ય દિશા કેમ જરુરી છે ?

સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. કારણ કે સૂતી વખતે શરીર નકારાત્મક અને સકારાત્મક બંને ઉર્જા આકર્ષે છે. તેથી યોગ્ય દિશામાં માથું રાખીને સૂવું ખૂબ જ જરૂરી છે.

ઊંઘની દિશા કેવી રીતે નક્કી થાય છે

વ્યક્તિ જે દિશામાં માથુ રાખીને સૂવે છે તેને તેની ઊંઘની દિશા માનવામાં આવે છે.

કઈ દિશામાં માથું રાખીને સૂવું શુભ છે ?

દક્ષિણ તરફ માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે.

દક્ષિણ તરફ માથું રાખીને સુવાના ફાયદા

શરીરમાં સકારાત્મક ઉર્જાને કારણે રોજિંદા કામ સરળતાથી થઈ જાય છે અને મન પણ પ્રસન્ન રહે છે. જો કોઈ વ્યક્તિને ઊંઘની સમસ્યા હોય તો તે દક્ષિણ તરફ માથું રાખીને સૂઈ શકે છે. આ રીતે તેના શરીરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને તેને સારી ઊંઘ પણ આવે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

કોને કહેવાય છે દક્ષિણ દિશા

પ્રાચીન પરંપરા અનુસાર સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ.

શું કહે છે વિજ્ઞાન

વિજ્ઞાન અનુસાર બ્રહ્માંડમાં તમામ વિદ્યુતચુંબકીય બળો દક્ષિણ-ઉત્તર દિશામાં છે. આવી સ્થિતિમાં આ દિશા સૂવા માટે શ્રેષ્ઠ છે. દક્ષિણ તરફ માથું રાખીને સૂવું શુભ છે.

તુલસીના માંજર ક્યારે તોડવા શુભ માનવામાં આવે છે? જાણો નિયમ