સોના ચાંદીના ઘરેણા


By Kajal Chauhan24, Oct 2024 05:49 PMgujaratijagran.com

વાસણો

ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા છે. તાંબા પિત્તળ અને ચાંદીના વાસણો આ દિવસે ખરીદવા શુભ માનવામાં આવે છે.

સાવરણી

સાવરણીની ધનતેરસના દિવસે ખરીદી શુભ માનવામાં આવે છે. તે સાફ સફાઈ સમુદ્ધિને આકર્ષિત કરે છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

લક્ષ્મી ગણેશની મૂર્તિ

ધનતેરસ અને દિવાળીના દિવસે તમે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રતિમા ખરીદી શકો છો. આ દિવસે પ્રતિમા ખરીદવી શુભ માનવામાં આવે છે.

આ વસ્તુની ખરીદી પણ કરી શકો છો

આ સિવાય તમે ઈલેક્ટ્રોનિક સામાન, નવા કપડાં, બાળકોના રમકડાં પણ ખરીદી શકો છો.

મકાન

જો તમે ધનતેરસ પર મકાન કે પ્લોટનું બુકિગ કરાવો છો તેને શુભ માનવામાં આવે છે.

આ ચીજો ન ખરીદો

ધનતેરસના દિવસે કાળા રંગની ચીજો ન ખરીદો. આ સિવાય પૈસાની લેણ દેણ, પ્લાસ્ટિક, તુટેલી ચીજોનું કોઈને દાન ન કરો.

તમે પણ ધનતેરસ પર આ ચીજોની ખરીદી કરો. સ્ટોરી સારી લાગે તો શેર કરો.

ધનતેરસના દિવસે શા માટે મીઠું ખરીદવું શુભ મનાય છે તે જાણો