Heart Attack: હાર્ટ એટેક આવ્યા પછી તરત જ કરો આ કામ, બચી જશે જીવ


By Sanket M Parekh22, May 2025 04:16 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

હાર્ટ એટેક આવ્યા પછી તરત જ વ્યક્તિને સારવાર ના મળે, તો તેનો જીવ જવાનો ખતરો વધી જાય છે.મોટાભાગના લોકો પ્રાથમિક સારવારના અભાવે મોતને ભેટે છે. તો ચાલો લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ડૉ. સતિષકુમાર પાસેથી જાણીએ હાર્ટએટેકના તરત પછી ક્યા કામ કરવા જોઈએ

ઑક્સિજન આપો

હાર્ટ એટેક આવ્યા બાદ પીડિત વ્યક્તિને પુરતા ઑક્સિજનની જરૂર પડે છે. એવામાં દર્દીને AC, કૂલર કે પંખાની સામે સૂવડાવવો જોઈએ.

ઢીલા વસ્ત્રો પહેરો

હાર્ટ એટેક આવ્યા બાદ જો પીડિત વ્યક્તિએ ટાઈટ કપડા પહેર્યા હોય, તો તાત્કાલિક તેના કપડાને ખુલ્લા કરી દો. જેનાથી દર્દીને આરામ મળશે.

મેડિકલ ટ્રીટમેન્ટ

હાર્ટના લક્ષણોનો અહેસાસ થયાના તરત બાદ વ્યક્તિએ સૌ પ્રથમ એમ્બ્યુલન્સ કે મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની કોશિશ કરવી જોઈએ.

એસ્પિરિન ના લો

એસ્પિરિનની ગોળી લેવાથી બ્લડ પ્રેશર લો થઈ શકે છે. જો વ્યક્તિનું બ્લડપ્રેશર પહેલાથી જ ઓછું હોય, તો તેમના માટે એસ્પિરિન નુક્સાનદાયક નીવડી શકે છે.

CPR આપો

હાર્ટ એટેક બાદ બૉડીમાં લોહી અને ઑક્સિજન ફ્લોમાં સમસ્યા સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં CPR દ્વારા છાતીને દબાવીને બૉડીમાં બ્લડ સર્ક્યુલેશન નોર્મલ કરો.

જોખમથી બચાવો

હાર્ટ એટેકના દર્દીને CPR બાદ પણ મેડિકલ ટ્રીટમેન્ટ આવશ્યક છે, જેથી મોત સહિત અન્ય જોખમોથી બચી શકાય.

વધારે દબાણ ના આપવું

CPR આપવા માટે 1 મિનિટમાં બન્ને હાથોને જોડીને હથેળીની મદદથી લગભગ 100-120 વખત છાતીને દબાવો. છાતી પર વધારે ભાર ના આપવો જોઈએ.

Water In Brain: મગજમાં પાણી ભરાવા પર શરૂઆતમાં દેખાય છે આ સંકેત