ભગવાન ગણેશજીની પૂજા બુધવારે જ શા માટે કરવામાં આવે છે?


By Bhavesh Chaudhary04, Sep 2024 03:54 PMgujaratijagran.com

ભગવાન ગણેશજી

સનાતન ધર્મમાં એવી માન્યતા છે કે કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશજીની પૂજાથી કરવાથી થાય છે. તો ચાલો જાણીએ ગણેશજીની પૂજા બુધવારે જ શા માટે કરવામાં આવે છે?

ભગવાન ગણેશજીની પૂજા

હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધવારે ભગવાન ગણેશની દિવસ માનવામાં આવે છે. બુધવાર એ બુદ્ધિ પ્રાપ્તિનો દિવસ છે.

ભગવાન ગણેશનો દિવસ છે

એક દંતકથા મુજબ, જ્યારે માતા પાર્વતીએ ભગવાન ગણેશની રચના કરી ત્યારે તે બુધવાર હતો. તે સમયે ભગવાન બુધ પણ કૈલાસ પર્વત પર બિરાજમાન હતા. તેથી બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાની પરંપરા ચાલુ થઈ છે.

પરેશાનીઓથી દૂર થશે

બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે.

સુખ-શાંતિ મળશે

બુધવારે 11 વાગે ગણેશ સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-શાંતિ આવે છે.

નોકરી ધંધામાં સફળતા

આ દિવસે ઘરની બહાર નીકળતી વખતે સિંદૂરનું તિલક લગાવવાથી નોકરી અને ધંધામાં સફળતા મળી શકે છે.

ઘનની પ્રાપ્ત થશે

બુધવારે ભગવાન ગણેશજીને ઘી અને ગોળ અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

ભાગ્ય વધશે

બુધવારના દિવસે ગણેશ ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનું ભાગ્ય વધે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Somvati Amavasya: સોમવતી અમાસ પર શું દાન કરવું જોઈએ? જાણો